Corona Vaccine Study: જાણો કઇ વેક્સિન છે કોરોના સામે સૌથી વધુ પાવરફૂલ, સ્ટડીમાં થયો ખુલાસો
મંત્રાલય અનુસાર, આર્જેન્ટિનાના બ્યૂનસ આયર્સ પ્રાંતમાં લગાવવામાં આવી રહેલા તમામ કૉવિડ-19 વેક્સિનમાં Sputnik V સૌથી સુરક્ષિત બનીને ઉભરી છે. એટલુ જ નહીં રસીકરણ બાદ ગંભીર સાઇડઇફેક્ટની ફરિયાદો પણ ના બરાબર નોંધવામાં આવી છે.
નવી દિલ્હીઃ આર્જેન્ટિનાની હેલ્થ મિનિસ્ટ્રીના એક સ્ટડીના આધાર પર દાવો કરવામાં આવી રહ્યો છે કે Sputnik V તમામ વેક્સિનોમાં સૌથી સુરક્ષિત છે. હેલ્થ મિનિસ્ટ્રીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે Sputnik V તમામ વેક્સિનોમાં સૌથી સુરક્ષિત છે. આ વેક્સિન સંબંધિત એક પણ મોત નથી નોંધવામાં આવી. આ ઉપરાંત સ્પૂતનિક લીધા બાદ પણ બહુ ઓછી તેની સાઇડ ઇફેક્ટ જોવા મળી.
મંત્રાલય અનુસાર, આર્જેન્ટિનાના બ્યૂનસ આયર્સ પ્રાંતમાં લગાવવામાં આવી રહેલા તમામ કૉવિડ-19 વેક્સિનમાં Sputnik V સૌથી સુરક્ષિત બનીને ઉભરી છે. એટલુ જ નહીં રસીકરણ બાદ ગંભીર સાઇડઇફેક્ટની ફરિયાદો પણ ના બરાબર નોંધવામાં આવી છે. સ્ટડીમાં સામે આવ્યુ છે કે વેક્સિન લેનારાઓમાં 47 ટકા લોકોને તાવ, 45 ટકાને માથાનો દુઃખાવો, 39.5 ટકાને સાંધા અને નશો તથા ઢીંચણનો દુઃખાવો અને 46.5 ટકાને રસી લીધી હોય તે જગ્યાએ દુઃખાવો, જ્યારે 7.4 ટકા લોકોને સોજા જેવી મામૂલી સાઇડઇફે્ક્ટનો સામનો કરવો પડ્યો છે.
28 લાખને આપવામાં આવી રશિયન વેક્સિન-
સ્વાસ્થ્ય મંત્રાલયે બતાવ્યુ કે, સ્ટડી 29 ડિસેમ્બર 2020થી 3 જૂન 2021ની વચ્ચે કરવામાં આવી, જે વેક્સિનેશનના રેકોર્ડન પર આધારિત છે. આ સમયમાં બ્યૂનસ આયર્સમાં Sputnik Vના 28 લાખ, સાઇનોફાર્મની 13 લાખ અને એસ્ટ્રાજેનેકાના રસીના નવ લાખ ડૉઝ આપવામાં આવ્યા હતા. ત્રણેય વેક્સિનમાંથી પ્રતિ દસ લાખ લાભાર્થીઓમાં ગંભીર દુષ્પ્રભાવ ઉભરવાના ક્રમશઃ 0.7, 0.8 અને 3.2 કેસો સામે આવ્યા. ગત 29 ડિસેમ્બર 2020 થી 3 જૂન 2021ની વચ્ચે કરવામાં આવેલી આ સ્ટડીનો ઉદેશ્ય વેક્સિન ડૉઝ લગાવ્યા બાદ થનારા લક્ષણોની જાણકારી મેળવવાનો હતો.
ભારતના નવ શહેરોમાં રશિયન વેક્સિન-
રશિયન કોરોના વેક્સિન સ્પૂતનિક-વીને ભારતમાં ઇમર્જન્સી યૂઝની મંજૂરી આપવામાં આવી છે, દેશમાં સ્પૂતનિક-Vના ડિસ્ટ્રીહબ્યૂટર પાર્ટનર ડૉક્ટર રેડ્ડીએ બતાવ્યુ કે રશિયન વેક્સિને દેશના નવ અન્ય શહેરોમાં ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. આ શહેરો છે- બેગ્લુંરુ (Bengaluru), દિલ્હી (Delhi), મુંબઇ (Mumbai), ચેન્નાઇ (Chennai), કોલકત્તા (Kolkata), વિશાખાપટ્ટનમ (Visakhapatnam), બદ્દી (Baddi), કોલ્હાપુર (Kolhapur) અને મિરયાલાગુડા (Miryalaguda). અત્યાર સુધીના રિપોર્ટ અનુસાર કોરોના સંક્રમણથી બચાવમાં રશિયન વેક્સિન સૌથી અસરકારક છે, જેનો દર 96.6 ટકા માનવામાં આવે છે.