શોધખોળ કરો
Advertisement
એઈમ્સના ડિરેક્ટરની ચેતવણીઃ ભારતમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ છે
કોરોનાની બીજી લહેલ માટે તેમણે શિયાળાના વાતાવરણ અને પ્રદૂષણે જવાબદાર ગણાવ્યા છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો પ્રકોપ થોડા દિવસથી ધીમો પડ્યો છે. 85 દિવસમાં પ્રથમ વખત એવું બન્યું કે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 6 લાખની નીચે ચાલી ગઈ છે જે કુલ કેસના માત્ર 7.35 ટકા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.
જોકે ખરાબ સમાચાર એ છે કે એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ ચેતવણી ઉચ્ચારી છે કે કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ છે. જેમાં કોરોનાના કેસમાં ફરીથી ઉછાળો જોવા મળશે. તેમણે કહ્યું કે, જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળો અને માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન અવશ્ય કરો.
ડો. ગુલેરિયાએ કહ્યું હતું કે, દિલ્હીમાં હાલમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે જે તીવ્ર થઈ ગઈ છે. તેમના મેત લોકોની બેદરકારી, સોશિયલ ડિસ્ટન્સ ન રાખવું, માસ્ક મહેરવાના જેવી ગાઈડલાઈનનું પાલન કરવાના કારણે કેસો વધી રહ્યા છે.
કોરોનાની બીજી લહેલ માટે તેમણે શિયાળાના વાતાવરણ અને પ્રદૂષણે જવાબદાર ગણાવ્યા છે. તેમના મતે પ્રદૂષણને કારણે વાયરસ વધુ સમય સુધી હવામાં રહે છે. પ્રદૂષણ અને વાયરસ બન્ને ફેફ્સાને ગંબીર નુકસાન કરે છે.
નોંધનીય છે કે, દિલ્હીમાં કોરોનાના કુલ કે 3,81,644 છે જ્યારે કુલ 6470 લોકોના મોત અને 3,42,811 દર્દી સાજા થયા છે.
આ સાથે જ દેશમાં છેલ્લા ત્રણ મહિનામાં પ્રથમ વખત કોરોનાના કુલ એક્ટિવ કેસ 6 લાખથી નીચે ગયા છે જે કુલ કેસના 7.35 ટકા જેટલા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 74.28 લાખથી વધુ દર્દીઓ સાજા થઈ ગયા છે.
એક અભ્યાસમાં સામે આવ્યું છે કે કોરોના વાઈરસ શરીરના બધા જ મહત્વના અંગો પર અસર કરે છે. તેની અસરથી નસો સૂજી જાય છે અને લોહી ગાઢું થઈ જાય છે અને કેટલાક કેસોમાં ફાઈબ્રોસિસ એટલે કે ટિશ્યુની સંરચનામાં ફેરફારના કિસ્સા પણ સામે આવી રહ્યા છે.
કોરોનાના કારણે મૃતક દર્દીઓમાંથી 90 ટકાના ફેંફસા અને તેટલા જ દર્દીઓની કિડની પર ગંભીર અસર જોવા મળી છે. 80 ટકા દર્દીઓમાં પાચન તંત્ર સંબંધિત અંગ પેન્ક્રિયાઝ પર અને 60 ટકાના લીવર પર કોરોના વાઈરસની અસર જોવા મળી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
ટેકનોલોજી
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion