મોદી સરકારે પણ સ્વીકાર્યું, હવામાં 10 મીટર સુધી ફેલાઈ શકે છે કોરોના વાયરસ, જાહેર કરી માર્ગદર્શિકા
કોરોના સંક્રમિત વ્યક્તિના ડ્રોપલેટ્સ હવામાં બે મીટર સુધી જઈ શકે છે, જ્યારે એરોસોલ આ ડ્રોપલેટ્સને 10 મીટર સુધી આગળ વધારી શકે છે અને સંક્રમણનો ખતરો ઉભો કરે છે. સંક્રમિત વ્યક્તિમાં કોઈ પ્રકારના લક્ષણ ન હોય તો પણ વાયરલ લોડ બનાવવા લાયક પૂરતાં ડ્રોપલેટ્સ છોડી શકે છે,
![મોદી સરકારે પણ સ્વીકાર્યું, હવામાં 10 મીટર સુધી ફેલાઈ શકે છે કોરોના વાયરસ, જાહેર કરી માર્ગદર્શિકા Coronavirus: Aerosols and droplets are the key transmission mode of the virus details inside મોદી સરકારે પણ સ્વીકાર્યું, હવામાં 10 મીટર સુધી ફેલાઈ શકે છે કોરોના વાયરસ, જાહેર કરી માર્ગદર્શિકા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/19/96522f58d62228fe5b30b2947a8ec6b2_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ કોરોના વાયરસ હવાથી પણ ફેલાય છે તેમ મોદી સરકારે પણ સ્વીકારી લીધું છે. સરકારના ઓફિસ ઓફ પ્રિન્સિપાલ સાયન્ટિફિક એડવાઇઝરના જણાવ્યા મુજબ એરોસોલ અને ડ્રોપલેટ્સ કોરોના વાયરસના ફેલાવાના મુખ્ય કારણ છે. કોરોના સંક્રમિત વ્યક્તિના ડ્રોપલેટ્સ હવામાં બે મીટર સુધી જઈ શકે છે, જ્યારે એરોસોલ આ ડ્રોપલેટ્સને 10 મીટર સુધી આગળ વધારી શકે છે અને સંક્રમણનો ખતરો ઉભો કરે છે.
સંક્રમિત વ્યક્તિમાં કોઈ પ્રકારના લક્ષણ ન હોય તો પણ વાયરલ લોડ બનાવવા લાયક પૂરતાં ડ્રોપલેટ્સ છોડી શકે છે, જે અન્ય લોકોને પણ સંક્રમિત કરી શક છે. તેનો મતલબ સ્પષ્ટછે કે કોરોનાથી બચવા માટે 10 મીટરનું અંતર પણ પૂરતું નથી.
એડવાઇઝરીમાં વેન્ટિલેશનનને મહત્વનું ગણાવવામાં આવ્યું છે. જે મુજબ ખરાબ વેન્ટિલેશનવાળા ઘર, ઓફિસમાં વાયરસવાળી હવા સંક્રમિત થતી રહે છે. સારા વેન્ટિલેશનથી સંક્રમણનો ખતરો ઘટી જાય છે. એડવાઇઝરીમાં માસ્ક, શારીરિક અંતર, સફાઈ અને વેન્ટિલેશન પર ભાર મુકવામાં આવ્યો છે. જેમાં ઉદાહરણ આપવામાં આવ્યું છે કે જેમ કોઈ પ્રકારની ગંધને દૂર કરવા આપણે ઘરના બારી-દરવાજા ખોલી નાંખીએ છીએ અને એક્ઝોસ્ટ સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ તેવી જ રીતે સંક્રમિત હવાને શુદ્ધ કરવા માટે વેન્ટિલેશન શ્રેષ્ઠ સમાધાન છે.
એડવાઇઝરીમાં વેન્ટિલેશનને કમ્યુનિટિ ડિફેન્સ ગણાવીને કહેવામાં આવ્યું છે કે તે આપણને ઘર તથા ઓફિસમાં સંક્રમણથી બચાવશે. ઉપરાંત ક્રોસ વેન્ટિલેશન એટલેકે અંદરતી આવતી હવાને બહાર કાઢવી તથા એક્ઝોસ્ટ ફેનની ભૂમિકા સંક્રમણથી બચવા માટે મહત્વપૂર્ણ ગણાવવામાં આવી છે. જે મુજબ સંક્રમિત દર્દીની છીંક, ઉધરસ કે અન્ય કોઈ પ્રકારે નીકળતાં ડ્રોપલેટ દ્વારા કોરોના વાયરસ હવામાં પહોંચી જાય છે. લક્ષણ ન ધરાવતો કોવિડ પોઝિટિવ વ્યક્તિ પણ સંક્રમણ ફેલાવી શકે છે. લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત છે અને તે પણ ડબલ માસ્ક કે એન95 માસ્ક.
આ પણ વાંચોઃ માસ્ક પહેરીને કિસ કરવી કેટલી સુરક્ષિત છે ?
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)