શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દેશમાં કોરોનાના એક્ટિવ કેસમાં સતત પાંચમા દિવસે પણ વધારો, 24 કલાકમાં 101 સંક્રમિતોના મોત
દેશમાં કોરોનાના એક્ટિવ કેસમાં સતત પાંચમા દિવસે પણ વધારો થયો છે. 24 કલાકમાં 101 સંક્રમિતોના મોત થયા છે. દેશમાં હાલ કોરોનાની શું સ્થિતિ છે જાણીએ..
કોરોના એક્ટિવ કેસના મામલે ભારતનું દુનિયામાં 16મું સ્થાન છે. કોરોના સંક્રમિતની સંખ્ચાના હિસાબે ભારત દુનિયાનો બીજો સૌથી પ્રભાવિત દેશ છે. રિકવરી રેટમાં દુનિયામાં અમેરિકા બાદ બીજું સ્થાન ભારતનું છે. ડેથ રેટમાં દુનિયામાં અમેરિકા, બ્રાઝિલ, મેક્સિકો બાદ ભારતનો નંબર છે.
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં પાંચમાં દિવસે પણ વધારો જોવા મળી રહ્યો છે. 16 ફેબ્રુઆરીથી કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 13,993 નવા કેસ નોંધાયા છે જ્યારે 101 લોકોના મોત થયા છે. તો 10,307 લોકો સાજા થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં કોરોના કુલ કેસ 9 લાખને પાર કરી ગયા છે. અત્યાર સુધીમાં કુલ 1 લાખ 56 હજાર લોકોના મોત થઇ ચૂક્યાં છે. તો એક કરોડ છ લાખ 78 હજાર 48 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. એક્ટિવ કેસની સંખ્યામાં 1 લાખ 43 હજાર 127નો વધારો થયો છે.
વેક્સિનેશન મામલે ભારત દુનિયામાં ત્રીજા સ્થાને છે. 19 ફેબ્રુઆરી સુધીમાં દેશમાં એક કરોડ સાત લાખ 15 હજાર 204 સ્વાસ્થ્યકર્મીને કોરોના વેકિસન અપાઇ ચૂકી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion