Coronavirus Cases India: દેશમાં ત્રણ જ દિવસમાં નોંધાયા 11 લાખથી વધુ કેસ, આજે તોડ્યા તમામ રેકોર્ડ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,49,691 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2767 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 2,17,113 લોકો ઠીક પણ થયા છે.
![Coronavirus Cases India: દેશમાં ત્રણ જ દિવસમાં નોંધાયા 11 લાખથી વધુ કેસ, આજે તોડ્યા તમામ રેકોર્ડ Coronavirus Cases India New 349691 COVID-19 Cases, 2767 Death Records in Last 24 Hours 1 mn cases in just 3 days Coronavirus Cases India: દેશમાં ત્રણ જ દિવસમાં નોંધાયા 11 લાખથી વધુ કેસ, આજે તોડ્યા તમામ રેકોર્ડ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/25/a2508b9484c64e25e3db969c1fe2d284_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સતત ચોથા દિવસે ભારતમાં કોરોનાના ત્રણ લાખથી વધારે કેસ નોંધાયા હતા અને સતત પાંચમા દિવસે 2000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 26 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,49,691 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2767 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 2,17,113 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- એક કરોડ 69 લાખ 60 હજાર 172
- કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 40 લાખ 85 હજાર 110
- કુલ એક્ટિવ કેસ - 26 લાખ 82 હજાર 751
- કુલ મોત - 1 લાખ 92 હજાર 311
14 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 14 કરોડ 09 લાખ 16 હજાર 417 ડોઝ આપવામાં આવ્યા છે.
ક્યા રાજ્યોની હાલત છે ખરાબ
કોરોનાના આંકડામાં આવી રહેલો આ ઉછાળો ખૂબ જ ચિંતાજનક છે. મહારાષ્ટ્ર બાદ હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાના રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના દૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.
દેશમાં છેલ્લા 18 દિવસમાં નોંધાયેલા કેસ
- 24 એપ્રિલઃ 3,46,786
- 23 એપ્રિલઃ 3,32,730
- 22 એપ્રિલઃ 3,14,835
- 21 એપ્રિલઃ 2,95,041
- 20 એપ્રિલઃ 2,59,170
- 19 એપ્રિલઃ 2,73,180
- 18 એપ્રિલઃ 2,61,500
- 17 એપ્રિલઃ 2,34,692
- 16 એપ્રિલઃ 2,17,353
- 15 એપ્રિલઃ 2,00,739
- 14 એપ્રિલઃ 1,84,372
- 13 એપ્રિલઃ 1,61,736
- 12 એપ્રિલઃ 1,68,912
- 11 એપ્રિલઃ 1,52,879
- 10 એપ્રિલઃ 1,45,384
- 9 એપ્રિલઃ 1,31,968
- 8 એપ્રિલઃ 1,26,789
- 7 એપ્રિલઃ 1,15,736
- 6 એપ્રિલઃ 96,982
- 5 એપ્રિલઃ 1,03,558
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)