શોધખોળ કરો
Coronavirus: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેટલા કેસ નોંધાયા, કઇ વાત પર આવ્યા રાહતના સમાચાર
દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના 89 લાખ 12 હજાર 908 કેસો નોંધાઇ ચૂક્યા છે. જોકે યૂરોપના કેટલાય દેશો અને અમેરિકામાં સતત ઝડપથી વધી રહ્યાં છે
![Coronavirus: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેટલા કેસ નોંધાયા, કઇ વાત પર આવ્યા રાહતના સમાચાર coronavirus cases updates in india Coronavirus: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેટલા કેસ નોંધાયા, કઇ વાત પર આવ્યા રાહતના સમાચાર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/18163206/Corona-05.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ કોરોનાનો કેર ફરી એકવાર વધતો દેખાઇ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ મહામારીના 38 હજાર 617 નવા કેસો સામે આવ્યા છે. વળી 474 લોકોના મોત થઇ ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના 89 લાખ 12 હજાર 908 કેસો નોંધાઇ ચૂક્યા છે. જોકે યૂરોપના કેટલાય દેશો અને અમેરિકામાં સતત ઝડપથી વધી રહ્યાં છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના 1 લાખ 30 હજાર 993 લોકોના મોત થઇ ચૂક્યા છે. હવે દેશમાં 4 લાખ 46 હજાર 805 લોકોનો ઇલાજ ચાલી રહ્યો છે. અત્યાર સુધી 83 લાખ 35 હજાર 110 લોકો આ મહામારીને માત આપીને સાજા થઇ ચૂક્યા છે. કાલ 44 હજાર 739 લોકો સાજા થઇને પોતાના ઘરે પરત ફર્યા હતા.
ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (ICMR)એ જણાવ્યુ કે કાલે એટલે ક 17 નવેમ્બર સુધી કોરોના વાયરસ માટે કુલ 12 કરોડ 74 લાખ 80 હજાર 186 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 9 લાખ 37 હજાર 276 સેમ્પલ કાલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. કુલ મળીને દેશમાં અત્યાર સુધી 12.74 કરોડ નમૂનાની તપાસ થઇ ચૂકી છે, અને સંક્રમણ દર પણ ઘટીને 7.01 ટકા થઇ ગયો છે. નવા કેસોની સરખામણીમાં વધારે દર્દી સાજા થઇ રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)