શોધખોળ કરો
Advertisement
Coronavirus: દેશનાં 75 જિલ્લામાં સંપૂર્ણ તાળાબંધી, જાણો- શું હોય છે લોકડાઉન?
લોકડાઉનની સ્થિતિમાં એ ક્ષેત્રના લોકોને ઘરમાંથી બહાર નીકળવાની મંજૂરી નથી હોતી.
નવી દિલ્હીઃ દેશના જે રાજ્યોમાં કોરોના વાયરસના પોઝિટિવ દર્દી મળી આવ્યા છે તેવા 75 જિલ્લાને સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યા છે. તેની સાથે જ તમામ શહેરોની મેટ્રો ટ્રેન 31 માર્ચ સુધી બંધ કરવામાં આવી છે. કેબિનેટ સેક્રેટરી અને પ્રધાનમંત્રીના પ્રધાન સચિવે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. આ બેઠકમાં તમામ રાજ્યોના મુખ્ય સચિવોએ ભાગ લીધો હતો. આ બેઠકમાં સહમતિ બની હતી કે કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે બિનજરૂરી યાત્રી પરિવહનને તાત્કાલીક બંધ કરવાની જરૂરત છે. અહીં અમે તમને જણાવીએ છીએ કે લોકડાઉન શું હોય છે.
શું હોય છે લોકડાઉન?
- લોકડાઉન એક ઇમરજન્સી વ્યવસ્થા છે, જે એપેડેમિક અથવા કોઈ આપદાના સમયે સરકાર લાગુ કરે છે.
- લોકડાઉનની સ્થિતિમાં એ ક્ષેત્રના લોકોને ઘરમાંથી બહાર નીકળવાની મંજૂરી નથી હોતી.
- જીવનજરૂરી વસ્તુઓ માટે બહાર નિકળવાની મંજૂરી હોય છે.
- જો કોઈને દવા કે અનાજની જરૂરત હોય તો બહાર આવી શકે છે.
- હોસ્પિટલ અને બેંકના કામ માટે મંજૂરી મળી શકે છે.
- નાના બાળકો અને વૃદ્ધોની દેખભાળના કામ માટે બહાર નિકળવાની મંજૂરી મળી શેક છે.
- હોસ્પિટલ, દવાની દુકાનો જેવી જરૂરી સેવાઓ ચાલુ રહે છે.
- તમામ પ્રાઈવેટ અને સરકારી કાર્યાલય, મોલ્સ, દુકાનો, ફેક્ટરીઓ અને સાર્વજનિક ટ્રાન્સપોર્ટ બંધ રહે છે.
- દૂધ, શાકભાજી, કરિયાણું અને દવાની દુકાન ખુલી રહી શકે છે.
- જોકે આ બુદી દુકાનો પર કારણ વગર ભીડ કરવાથી બચવું જરૂરી છે.
- પંજાબ, રાજસ્થાન અને ઓડિશા થયા લોકડાઉન
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion