શોધખોળ કરો
Advertisement
Corornavirus Effect: ભારતમાં આ જગ્યાએ દુલ્હા-દુલ્હને માસ્ક પહેરીને કર્યાં અનોખા લગ્ન, જાણો પંડિતે કેવી રીતે મંત્રોચ્ચાર કર્યાં?
દેશમાં કોરોના વાયરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે. દુલ્હા-દુલ્હને કોરોના વાયરસના ડરે ફેસ પર માસ્ક પહેરીને જ સાત ફેરા ફર્યાં હતાં અને એકબીજાને વરમાળા પહેરવી હતી.
મુંબઈ: દેશમાં કોરોના વાયરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે ત્યારે માર્કેટ, રેલવે-બસ સ્ટેશન અને લગ્ન-પાર્ટી સૂમસામ થઈ ગઈ છે. સરકારે હમણાં લોકોને ભેગા થવાની અને સામાજિક કાર્યક્રમ કે લગ્ન મોકૂફ રાખવાની સલાહ આપી છે. પરંતુ મુંબઈમાં હાલ એક એવા લગ્ન યોજાયા હતાં જેમાં દુલ્હા-દુલ્હન, પંડિત અને મહેમાનોએ ફેસ પર માસ્ક પહેરેલા જોવા મળ્યાં હતાં.
દુલ્હા-દુલ્હને કોરોના વાયરસના ડરે ફેસ પર માસ્ક પહેરીને જ સાત ફેરા ફર્યાં હતાં અને એકબીજાને વરમાળા પહેરવી હતી. તો બીજી બાજુ શુક્રવારે જ ઉપમુખ્યમંત્રી અજીત પવારે કહ્યું હતું કે, અમે જનતાને આજીજી કરીએ છીએ કે, મહેરબાની કરીને લગ્નને હાલ મોકૂફ રાખો.
આ લગ્નમાં કુલ 800 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાંથી માત્ર 100 લોકો જ હાજર રહ્યા હતા. દુલ્હા સતીશે લીલા રંગનું માસ્ક પહેર્યું હતું. આ લગ્નમાં સાફ-સફાઈનું વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. લગ્નમાં આવેલા લોકો માટે ફેસ માસ્કની સુવિધા વર-કન્યા પક્ષે કર્યું હતું. પંડિતે પણ સમગ્ર લગ્ન વિધિ દરમિયાન મોઢા પર ફેસ માસ્ક પહેરીને મંત્રો ઉચ્ચાર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી મહારાષ્ટ્રમાં કોરોના વાયરસને લીધે 2 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement