શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસનું સમાધાન જણાવીને તમે જીતી શકો છો આટલા રૂપિયા? PM મોદીએ કર્યું ટ્વિટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી કોરોના વાયરસનો સામનો કરવા માટે દેશની જનતા પાસે સૂચનો માંગ્યા છે. સોમવારે નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું, ઘણાં લોકો કોવિડ-19 માટે ટેક્નોલોજીના માધ્યમથી સમાધાન શેર કરી રહ્યાં છે.
નવી દિલ્હી: સમગ્ર દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. આમાં ભારત પણ બાકાત રહ્યું નથી. ભારતમાં કોરોના વાયરસનાં 123 જેટલા કેસ પોઝિટિવ આવ્યા છે. કોરોના વાયરસનો સામનો કરવા અને તેનાથી બચવા માટે ભારતે તમામ મોરચા પર તૈયારીઓ કરી છે. સરકારે સ્કૂલો, કોલેજો, મલ્ટીપ્લેક્ષ અને મોલ્સને બંધ કરવાના આદેશ આપ્યા જ્યારે લોકોને મોટી સંખ્યામાં એકત્રિત નહીં થવાના પણ આદેશ આપ્યા છે. જોકે હાલ તમે કોરોના વાયરસનું સમાધાન કરીને એક લાખ રૂપિયા જીતી શકો છે તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી કોરોના વાયરસનો સામનો કરવા માટે દેશની જનતા પાસે સૂચનો માંગ્યા છે. સોમવારે નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું જેમાં કહ્યું કે, ઘણાં લોકો કોવિડ-19 માટે ટેક્નોલોજીના માધ્યમથી સમાધાન શેર કરી રહ્યાં છે. હું તેમને @mygovindia પર પોતાના સૂચનો વ્યક્ત કરવાની અપીલ કરું છું. તમારો આ પ્રયાસ ઘણી રીતે મદદ કરી શકે છે. વડાપ્રધાને તેની આગળ #indiaFightscorona પણ લખ્યું છે.
આ ચેલેન્જમાં વિજેતાને એક લાખ રૂપિયા સુધીનો પુરસ્કાર આપવામાં આવશે. @mygovindiaના પેજ પર આપવામાં આવેલી ચેલેન્જમાં કહેવામાં આવ્યું છે કે, સ્થાનિક રૂપથી વાયરસનાં પ્રસારને રોકવામાં સૌથી મહત્વપૂર્ણ પરિબળ નાગરિકોને સારી જાણકારી અને સાવધાનીઓની સાથે સશક્ત બનાવવા છે. અમે તે વ્યક્તિઓ અને કંપનીઓ વિશે જાણકારી પ્રાપ્ત કરી રહ્યાં છીએ, જેની પાસે ટેક્નોલોજી અને સમાધાન, જૈવિક સૂચના વિજ્ઞાન, ડેટાબેસ, નિદાન વગેરે માટે એપ્સ છે જેની મદદથી કોરોના વાયરસ વિરૂદ્ધ મજબૂત લડાઈ લડી શકાય છે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોવિડ-19ના નિવારણ માટે આપણા ડોક્ટર, નર્સ, સ્વાસ્થ્ય કર્મી આકરી મહેનત કરી રહ્યાં છે. અમે તેના યોગદાનની પ્રશંસા કરીએ છીએ. કોરોના વાયરસનો પ્રસાર રોકવા માટે તમામ સ્તરો પર વિભિન્ન એજન્સીઓ મળીને કામ કરી રહી છે. લોકો સ્વસ્થ રહે, તેની ખાતરી કરવા કોઈ કસર છોડવામાં આવશે નહીં.Harnessing innovation for a healthier planet. A lot of people have been sharing technology-driven solutions for COVID-19. I would urge them to share them on @mygovindia. These efforts can help many. #IndiaFightsCorona https://t.co/qw79Kjtkv2
— Narendra Modi (@narendramodi) March 16, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion