કોરોનાથી સંક્રમિત ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવની તબિયત ફરી લથડી, વેન્ટિલેટર પર ખસેડાયા
ગુજરાત કોંગ્રેસના પ્રભારી તથા સાંસદ રાજીવ સાતવની તબિયત ફરી લથડી છે. જેને લઈ તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે.
પુણેઃ ગુજરાત કોંગ્રેસના પ્રભારી તથા સાંસદ રાજીવ સાતવની તબિયત ફરી લથડી છે. જેને લઈ તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા પણ તેમની તબિયત બગડતાં વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા અને સ્વાસ્થ્ય સુધરતાં વેન્ટિલેટર હટાવાયું હતું.
23 એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 25 એપ્રિલ સુધી તેમની સ્થિતિ બરાબર હતી. જે બાદ થોડા કોમ્પલિકેશનના કારણે તેમણે આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા અને બાદમાં વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. જે બાદ તબિયત સ્થિર થતાં વેન્ટિલેટર હટાવાયું હતું.
થોડા દિવસ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi), મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Maharashtra Chief Minister Uddhav Thackeray), રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીએ પણ તેમના સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવી હતી. મહારાષ્ટ્રની કોવિડ-19 ટાસ્ક ફોર્સની (Maharashtra COVID-19 task force) ટીમને પણ કન્સલ્ટ કરવામાં આવી છે
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,26,098 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3890 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,53,299 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 43 લાખ 72 હજાર 907
- કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 4 લાખ 32 હજાર 898
- કુલ એક્ટિવ કેસ - 36 લાખ 73 હજાર 802
- કુલ મોત - 2 લાખ 66 હજાર 207
18 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 18 કરોડ 4 લાખ 57 હજાર 579 ડોઝ આપવામાં આવ્યા છે.
છેલ્લા 14 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
તારીખ |
કેસ |
મોત |
14 મે |
3,43,144 |
4000 |
13 મે |
3,62,727 |
4120 |
12 મે |
3,48,421 |
4205 |
11 મે |
3,29,942 |
3876 |
10 મે |
3,66,161 |
3754 |
9 મે |
4,03,738 |
4092 |
8 મે |
4,07,078 |
4187 |
7 મે |
4,14,188 |
3915 |
6 મે |
4,12,262 |
3980 |
5 મે |
3,82,315 |
3780 |
4 મે |
3,57,299 |
3449 |
3 મે |
3,68,147 |
3417 |
2 મે |
3,92,498 |
3689 |
1 મે |
4,01,993 |
3523 |
Ahmedabad: મ્યુકરમાઈકોસિસના દર્દીઓમાં કેમ થઈ રહ્યો છે વધારો, જાણો તબીબીઓ શું કાઢ્યું તારણ ?