શોધખોળ કરો
Coronavirus: ભારતમાં કોરોના વાયરસનો કહેર, દર્દીઓની સંખ્યા વધીને 81 થઈ
કોરના વાયરસના 5 વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. હવે ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધીને 81 થઈ છે.

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરના વાયરસના 5 વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. હવે ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધીને 81 થઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી હતી. જ્યારે કોરોના વાયરસના કારણે એક વ્યક્તિનું મોત થયું છે. કર્ણાટકમાં એક 76 વર્ષના દર્દીનું મોત થયું છે. સ્વાસ્થ્ય મંત્રલાયના રિપોર્ટ અનુસાર અત્યાર સુધીમાં એરપોર્ટ પર 11,14,025 લોકોનું સ્ક્રીનિંગ થયું છે. કોરોના વાયરસના હાહાકારના કારણે સમગ્ર વિશ્વ સહિત ભારત પણ પરેશાન છે. દેશમાં મોટાભાગના રાજ્યોમાં સ્કૂલ, કોલેજ અને થિયેટરો બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં પણ તમામ પ્રકારના સરકારી કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, કર્ણાટક સહિતના રાજ્યોમાં સ્કૂલ, કોલેજ અને થિયેટર બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઓરિસ્સા સરકારે કોરોના વાઈરસને આપત્તિ જાહેર કરી. સિનેમા ઘર, સ્વીમિંગ પુલ અને જિમ બંધ રહેશે. 31 માર્ચ સુધી રાજ્યમાં તમામ શાળા કોલેજ બંધ રહેશે. વિધાનસભાની કાર્યવાહી 29 માર્ચ સુધી સ્થગિત રહેશે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ સાર્ક દેશોના નેતા મળીને કોરોના વાઈરસ સામે લડવા માટે મજબૂત રણનીતિ બનાવવાની અપીલ કરી છે.
વધુ વાંચો





















