શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોનાને કારણે ગ્રાહકો ન મળતા આ રાજ્યમાં 40 ટકા રેસ્ટોરન્ટ થઈ શકે છે બંધ
કોરોના વાયરસને અટકાવવા માટે લગાવવામાં આવેલ લોકડાઉનનો માર દિલ્હીમાં રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં સૌથી વધારે પડ્યો છે.
નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના કેસનો આંકડો 1 કરોડને પાર કરી ગયો છે. કોરોનાના શરૂઆતના સમયમાં દેશભરમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું જેના કારણે રાજધાની દિલ્હીના અનેક મોટા રેસ્ટોરન્ટ બંધ થઈ ગયા હતા. જ્યારે અનલોકની પ્રક્રિયા અંતર્ગત અનેક રેસ્ટોરન્ટ ખોરવામાં આવ્યા પરંતુ કોરોના વાયરસને કારણે ગ્રાહકોની સંખ્યા ઓછી થઈ રહી છે જેના કારણે આ ઉદ્યોગ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, દિલ્હી-એનસીઆરમાં 40 ટકા જેટલા રેસ્ટોરન્ટ બંધ થઈ જશે.
બંધ થઈ રહ્યા છે રેસ્ટોરન્ટ
જૂનમાં મહામારીની વચ્ચે દિલ્હીમાં કેફે ટટ્રલે પોતાનું ખાન માર્કેટમાં આઉટલેટ બંધ કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ દિલ્હીનિા અનેક મોટા રેસ્ટોરન્ટ સ્મોક હાઉડ ડેલીથી ચાઉના ફેર સુધીના બંધ કરવા પડ્યા. કનોટ પ્લેસમાં નવા ખુલેલ જાપાની રેસ્ટોરન્ટ ફૂજી અને ગરમ ધરમને પણ ઉંચું ભાડું અને આવક લગભગ શૂન્ય હોવાને કારણે બંધ કરવું પડ્યું. કહેવાય છે કે, આવનારા સમયમાં દિલ્હી એનસીઆરમાં 40 ટકાથી વધારે રેસ્ટોરન્ટ બંધ કરવા પડી શકે છે.
કોરોના વાયરસને અટકાવવા માટે લગાવવામાં આવેલ લોકડાઉનનો માર દિલ્હીમાં રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં સૌથી વધારે પડ્યો છે. ચાઇના ફેર અને કેફે ટર્ટલ બન્નેએ નવા સરનાના પર બજારમાં વાપસીની જાહેરાત ભલે કરી હોય પરંતુ કોરોના પરંતુ કોરોનાના સતત આવી રહેલ નવા કેસ લોકોને ઘરે જ રહેવા માટે મજબૂર કરી રહ્યા છે.
40 ટકા રેસ્ટોરન્ટ થઈ શકે છે બંધ
સરકારે જૂનમાં રેસ્ટોરન્ટ ફરીથી ખોલવાની મંજૂરી આપી હતી. હાલમાં મોટાભાગના ભાડાના વિવાદને કારણે દિલ્હી એનસીઆરમાં રેસ્ટોરન્ટ બંધ જ છે. જ્યારે ખાન માર્કેટ, હૌજ ખાસ વિલેજ અને કનોટ પ્લેસમાં લોકડાઉન દરમિયાન ભાડામાં ઘટાડાની આશા હતી. બીજી બાજુ નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ કહ્યું કે, દિલ્હીમાં 40 ટકાથી વધારે રેસ્ટોરન્ટ બંધ થઈ જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion