શોધખોળ કરો
Advertisement
દેશમાં કોરોના રી-ઈંફેક્શનના કેટલા કેસ મળ્યા, આસીએમઆરે આપી આ જાણકારી, અમદાવાદનો પણ કર્યો ઉલ્લેખ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટ જનરલે મંગળવારે કહ્યું કે, દેશમાં અત્યાર સુધી કોરોના રી-ઇંફેક્શનના 3 મામલા સામે આવ્યા છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યા છે. અત્યાર સુધીમાં 71 લાખથી વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જોકે રાહતની વાત એ છે કે આશરે 62 લાખ લોકો સંક્રમણ મુક્ત થઈ ચુક્યા છે. આ દરમિયાન ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટ જનરલે મંગળવારે કહ્યું કે, દેશમાં અત્યાર સુધી કોરોના રી-ઇંફેક્શનના 3 મામલા સામે આવ્યા છે.
રી-ઇફંકેશનના 2 મામલા મુંબઈમાં જ્યારે 1 મામલો અમદાવાદમાં આવ્યો છે.તેમણે કહ્યુ કે, ડબલ્યૂએચઓ મુજબ વિશ્વમાં કોરોના રી-ઇંફેક્શનના અત્યાર સુધીમાં કુલ 24 મામલા સામે આવ્યા છે. ડબલ્યુએચઓ નક્કી નથી કરી શક્યું કે રી-ઈંફેક્શન 100 દિવસ બાદ થયું કે 90 દિવસ બાદ. જોકે હાલ આ સમયગાળાને 100 દિવસ માની રહ્યા છે.
દેશમાં છેલ્લાં બે સપ્તાહમાં 10 લાખ કેસ વધ્યા છે. જોકે 24 કલાકમાં પ્રકાશમાં આવનારા સંક્રમિતોની સરેરાશ સંખ્યા હવે 72થી 74 હજારની વચ્ચે થઈ છે. બે સપ્તાહ પહેલાં પ્રત્યેક દિવસે 90 હજારથી વધુ કેસ પ્રકાશમાં આવતા હતા.
અત્યારસુધીમાં 62.24 લાખ દર્દી સાજા થયા છે, જ્યારે 1 લાખ 9 હજાર 856 દર્દીનાં મોત થયાં છે. રિકવરીનો આંકડો વધવાથી એક્ટિવ કેસ પણ ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 71 હજાર 559 લોકો સાજા થવાથી એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 8.61 લાખ થઈ છે. સતત ચાર દિવસથી દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 9 લાખથી નીચે રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ દેશમાં કોરોનાથી થયેલા કુલ મૃત્યુઆંકમાં 53 ટકા લોકો 60 કે તેથી વધુ વર્ષના હતા. જ્યારે 35 ટકા મોત 45-60 વર્ષના અને 10 ટકા 26-44 વર્ષના લોકોના થયા છે.
ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીઃ કોંગ્રેસના તમામ ઉમેદવારો કઈ તારીખે ફોર્મ ભરશે ? ફોર્મ ભરતી વખતે કોણ રહેશે હાજર, જાણો વિગત
ગુજરાત ભાજપના કયા ધારાસભ્ય ફોજદારી કેસમાં દોષીત, ધારાસભ્ય પદ થઈ શકે રદ
કોરોનાનો કહેર વધતાં આ દેશે પાર્ટીઓ પર લગાવ્યો પ્રતિબંધ, પ્રધાનમંત્રીએ કરી ખાસ અપીલ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દેશ
રાજકોટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion