શોધખોળ કરો
Advertisement
કોરોનાના કારણે નવા વર્ષનો જશ્ન પડી શકે છે ફિક્કો, જાણો અત્યાર સુધીમાં કયા કયા રાજ્યોએ લગાવ્યા પ્રતિબંધ
કોરોના વાયરસને અટકાવવા વિવિધ રાજ્યોમાં અનેક પ્રકારના પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ કોવિડ-19ના કારણે લોકોએ અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. કોરોના વાયરસને અટકાવવા વિવિધ રાજ્યોમાં અનેક પ્રકારના પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. આ દરમિયાન અનેક રાજ્યોએ નાઇટ કર્ફ્યુ લાગુ કર્યા છે. જેના કારણે આ વખતે નવા વર્ષનો જશ્ન ફિક્કો પડી શકે છે.
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રે 22 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી સાત કલાકના નાઇટ કર્ફ્યુની જાહેરાત કરી છે. નવા વર્ષનો જશ્ન 12 વાગ્યાથી શરૂ થાય છે. ચાલુ વર્ષે મહારાષ્ટ્રમાં કોઇ પણ મિડનાઇટ પાર્ટીને મંજૂરી આપવામાં આવી નથી.
તમિલનાડુ
31 ડિસેમ્બર 2020 અને 1 જાન્યુઆરી 2021ના રોજ તમિલનાડુમાં રેસ્ટોરાં, ક્લબ, પબ, રિસોર્ટ્સ, બીચ રિસોર્ટ્સની સાથે દરિયા કિનારે લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તમિલનાડુમાં કોઇ પ્રકારનો નાઇટ કર્ફ્યુ લગાવવામાં આવ્યો નથી.
કર્ણાટક
કર્ણાટક સરકારે રાજ્યમાં રાત્રે નાઇટ કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય કર્યો છે. કર્ફ્યૂ આજથી 2 જાન્યુઆરી સુધી લાગુ રહેશે. રાત્રે 10 કલાકથી સવારે 6 સુધી કર્ફ્યૂ રહેશે. કોરોનાનો નવો સ્ટ્રેન મળ્યા બાદ સરકારે બ્રિટેન, ડેનમાર્ક અને નેધરલેન્ડથી રાજ્યમાં આવનારા પ્રવાસીઓ માટે 14 દિવસ કોરેન્ટાઈન રહેવાનું ફરજિયાત કર્યું છે.
રાજસ્થાન
રાજસ્થાન સરકારે નવા વર્ષના અવસર પર થનારા સમારોહ, સાર્વજનિક મેળાવડાં પર પ્રતિબંધ મૂકી દીધો છે. સીએમ અશોક ગહલોતે કહ્યું કે, લોકોએ તેમના ઘરમાં પરિવાર સાથે નવા વર્ષનો જશ્ન મનાવવો જોઈએ. ભીડભાડથી બચવું જોઈએ.
ગુજરાત
ગુજરાતના ચાર મોટા શહેરો અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં પણ 31 ડિસેમ્બર સુધી નાઇટ કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે.
IND v AUS: સ્ટીવ સ્મિથે શમીના રિપ્લેસમેન્ટ તરીકે કયા બે બોલરને ગણાવ્યા બેસ્ટ, જાણો વિગત
શોપિંગ મોલમાં એક્ટ્રેસ સાથે યુવકે કરી એવી અશ્લીલ હરકત કે એક્ટ્રેસ સ્તબ્ધ થઈ ગઈ, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion