દેશના આ રાજ્યમાં કોરોનાના કેસોમાં જોરદાર ઘટાડો છતાં લૉકડાઉન 24 મે સુધી લંબાવી દેવાયું, જાણો શું છે કારણ?
દિલ્હીમાં 19 એપ્રિલને લૉકડાઉન લાગુ કરવામાં આવ્યુ હતુ, અને આની સમયમર્યાદા ચૌથી વાર વધારી દેવામાં આવી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં 24 મે સવાર સુધી લૉકડાઉન લાગુ રહેશે. આ પહેલા લૉકડાઉન આવતીકાલ (સોમવારે) સવારે પાંચ વાગે પુરી થવાનુ હતુ.
નવી દિલ્હીઃ કોરોના સંકટની વચ્ચે દિલ્હીમાં લૉકડાઉન એક અઠવાડિયા માટે લંબાવી દેવામાં આવ્યુ છે. રાજધાની દિલ્હીમાં હવે 24 મે સોમવાર સવારે 5 વાગ્યા સુધી લૉકડાઉન રહેશે. આ દરમિયાન નિયમોમાં કોઇ છૂટછાટ આપવામાં નથી આવી. આ જાહેરાત મુખ્યમંત્રી કેજરીવાલે કરી છે. કેજરીવાલે કહ્યું - રાજધાની દિલ્હીમાં કોરોનાના સંક્રમણનો કેર પહેલા કરતા ઓછો થયો છે, કેસો ઘટ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના લગભગ 6,500 કેસો સામે આવ્યા છે. પૉઝિટીવિટી રેટ 1% ઓછો થઇને 10% ની નજીક આવી ગયો છે.
દિલ્હીમાં 19 એપ્રિલને લૉકડાઉન લાગુ કરવામાં આવ્યુ હતુ, અને આની સમયમર્યાદા ચૌથી વાર વધારી દેવામાં આવી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં 24 મે સવાર સુધી લૉકડાઉન લાગુ રહેશે. આ પહેલા લૉકડાઉન આવતીકાલ (સોમવારે) સવારે પાંચ વાગે પુરી થવાનુ હતુ. દિલ્હીમાં કોરોના સંક્રમણ સંબંધિત સ્થિતિમાં સારો સુધારો થઇ રહ્યો છે, અને છેલ્લા થોડાક દિવસોથી સંક્રમણના દરમાં કમી આવી છે. મુખ્યમંત્રીએ કહ્યું- લૉકડાઉનની સમયમર્યાદા વધારી દેવામાં આવ છે, કેમકે જો આ સમય ઢીલ આપવામાં આવી, તો કોરોના વાયરસને કાબુ કરવામાં અત્યાર સુધી મળેલી સફળતા પર પાણી ફરી વળશે.
દિલ્હીમાં એક અઠવાડિયાપહેલા 2173ના મોત, સ્મશાનોમાં જગ્યા થઇ ખાલી....
દિલ્હીમાં થોડાક દિવસો પહેલા દરરોજ પૉઝિટીવિટી કેસો, પૉઝિટીવિટી દર અને હૉમ આઇસૉલેશનમાં દર્દીઓની સંખ્યમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં દિલ્હીએ 65,180 કૉવિડ પૉઝિટીવ કેસો નોંધ્યા છે, કેમકે રાષ્ટ્રીય રાજધાની 4 મેથી પ્રતિ દિવસ 300 થી વધુ મોતોનો રિપોર્ટ કરી રહી છે. (બે દિવસોને છોડીને જ્યારે 300થી કમ રિપોર્ટ આવ્યા હતા) એક દિવસમાં સૌથી વધુ મોતો 3 મે એ થઇ, જ્યારે શહેરમાં કુલ 448 કૉવિડ રોગીઓના મોત થયા હતા.
છેલ્લા એક અડવાડિયામાં દિલ્હીમાં 2173 કૉવિડ દર્દીઓના મૃત્યુ થયા છે. ગયા વર્ષની શરૂઆતમાં કૉવિડ મહામારીની પહેલી લહેર બાદથી કુલ મૃત્યુનો આંકડો 21,244 થઇ ગયો હતો. દરરોજ કૉવિડ સંબંધિત મોતોને ધ્યાનમાં રાખતા વહીવટી તંત્રએ ત્રણ નિગર નિગમો અંતર્ગત સ્મશાન ઘાટો અને કબ્રસ્તાનની ક્ષમતા વધારવાનો નિર્ણય કર્યો છે.