શોધખોળ કરો
Advertisement
સંસદ સત્ર પહેલા જ મોદી સરકારના આ મંત્રીને લાગ્યો કોરોનાનો ચેપ, મોન્સૂન સત્રમાં નહીં જોડાય
આ પહેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહ કોરોના સંક્રમિત થયા હતા. જ્યારે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા પણ કોરોના સંક્રમિત થયા હતા.
નવી દિલ્હીઃ દેશભરમાં ઝડપથી ફેલાઈ રહેલ કોરોનાનું સંક્રમણ રોકાવાનું નામ નથી લઈ રહ્યું. જ્યારે કોરોનાને કારણે અનેક રાજ્યોના મંત્રી સહિત મુખ્યમંત્રી પણ કોરોનાથી સંક્રમિત થયા છે. હાલમાં જ કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી સુરેશ અંગડી કોરોના પોઝિટિવ આવ્યા છે. જોકે, મંત્રીએ કહ્યું કે, તે ઠીક થઈ રહ્યા છે અને ડોક્ટોરની નજર હેઠળ સારવાર ચાલી રહી છે. મંત્રી સોમવારે શરૂ થનાર સંસદના મોન્સૂન સત્રમાં ભાગ નહીં લે.
અંગડીએ ટ્વીટ કરીને કહ્યું કે, “આજે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં હું સ્વસ્થ છું. ડૉક્ટરની સલાહ લીધી છે. છેલ્લા કેટલાક દિવસથી મારા સંપર્કમાં જે લોકો આવ્યા છે તેઓ પોતાના સ્વાસ્થ્યની દેખભાળ રાખે અને કોઈ લક્ષણ દેખાઈ તો ટેસ્ટ કરાવે. ”
આ પહેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહ કોરોના સંક્રમિત થયા હતા. જ્યારે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા પણ કોરોના સંક્રમિત થયા હતા. યૂપીમાં યોગી આદિત્યનાથ સરકારના મંત્રી જય કુમાર સિંહ જૈકી કોરોના સંક્રમિત થયા છે. યૂપીમાં કોરોનાથી સંક્રમિત થનાર તે 19માં મંત્રી છે. યોગી આદિત્યનાથ સકકારમાં હોમગાર્ડ મંત્રી ચેતન ચૌહાણ અને ટેક્નિકલ એજ્યુકેશન મિનિસ્ટર કમલ રાની વરૂણનું મોત કોરોનાને કારણએ થયું છે.I have tested #Covid19 positive today. I am doing fine. Taking the advise of doctors. Requesting all those who have come in close contact with me in the last few days to monitor their health and get tested in case of any symptoms. @PMOIndia
— Suresh Angadi (@SureshAngadi_) September 11, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion