શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસઃ રાજસ્થાનમાં સંક્રમિત દર્દીને હવે મળી શકશે પરિવારજનો, ઘરનું ભોજન પણ આપી શકશે
રાજ્યમાં અત્યાર સુધીમાં 1,09,473 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાને કારણે 1293 લોકોના મોત થયા છે.
જયપુરઃ રાજસ્તાનના મેડિકલ અને સ્વાસ્થ્ય મંત્રી ડો. રઘુ શર્માએ રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓને રાહત આપી છે. તેમણે રાજ્યમાં કોરોના સંક્રમિતોના પરિવારજનોને પીપીઈ કિટ અને અન્ય સાવચેતી સાથે દર્દીને મળવાની અને તેમને ઘરનું ભોજન આપવાની છૂટ આપી છે.
મેડિકલ વિભાગના મુખ્ય સચિવ અખિલ અરોરાએ સંક્રમિત દર્દીઓની એકલતા અને તેના કારણે ઉભી થયેલ તણાવની સ્થિતિને ધ્યાનમાં રાખતા આ નિર્દેશ આપ્યા છે. નિર્દેશો અનુસાર કોવિડ-19 દર્દી, જે સરકારી કે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, તેને તેમના પરિવારજનોને તમામ સાવચેતી અને સુરક્ષા (પીપીઈ કિટ, માસ્ક, ગ્લવ્સ, સોશિયલ ડિસ્ટન્સ) સાથે હોસ્પિટલ તરફથી નક્કી સમયે મળવા દેવામાં આવશે.
અખિલ અરોરા અનુસાર એ પણ નિર્દેશ આપવામાં આવ્યા છે કે, દર્દીના પરિવારજનો દર્દીને ઘરેથી લાવેલ ભોજન આપવા માગે છે તો નક્કી પ્રોટોકોલ અનુસાર આપી શકે છે.
રાજસ્થાનમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 1 લાખને પાર કરી ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1,09,473 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાને કારણે 1293 લોકોના મોત થયા છે. જ્યારે 90,685 લોકો સારવાર લઈને ઘરે ગયા છે. હાલમાં રાજ્યમાં 17,495 એક્ટિવ કેસ છે એટલે કે આટલા લોકો કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion