શોધખોળ કરો
Advertisement
Coronavirus: દેશમાં છેલ્લા 24 કલાકમાં 62 લોકોના મોત, સંક્રમિતોની સંખ્યા 29 હજારને પાર, જુઓ રાજ્યવાર આંકડા
દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યામાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાં કુલ સંક્રમિતોની સંખ્યા 8590 છે.
નવી દિલ્હીઃ દેશમાં જીવલેણ કોરોના વાયરસના પ્રકોપ અટકવાનું નામ નથી લઈ રહ્યો. દરરોજ દેશમાં ઓછામાં ઓછા હજાર મામલા સામે આવી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે દેશમાં સંક્રમિતોની સંખ્યા 29 હજારને પાર કરી ગઈ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં સંક્રમિતોની સંખ્યા 29,435 પર પહોંચી છે. જ્યારે 934 લોકોના મોત થયા છે. જોકે 6868 લોકો સ્વસ્થ થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 62 લોકોના મોત થયા છે અને 1543 નવા કેસ સામે આવ્યા છે.
કયા રાજ્યમાં કેટલા મોત
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, મહારાષ્ટ્રમાં 369, ગુજરાતમાં 162, મધ્યપ્રદેશમાં 110, દિલ્હીમાં 54, તમિલનાડુમાં 24, તેલંગાણામાં 26, આંધ્રપ્રદેશમાં 31, કર્ણાટકમાં 20, ઉત્તરપ્રદેશમાં 31, પંજાબમાં 18, પશ્ચિમ બંગાળમાં 20, રાજસ્થાનમાં 46, જમ્મુ-કાશ્મીરમાં 7, હરિયાણામાં 3, કેરળમાં 4, ઝારખંડમાં 3, બિહારમાં 2, આસામ, હિમાચલ પ્રદેશ, મેઘાલય અને ઓડિશામાં 1-1 મોત થયા છે.
સંક્રમિતોની સંખ્યામાં મહારાષ્ટ્ર ટોચ પર દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યામાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાં કુલ સંક્રમિતોની સંખ્યા 8590 છે. જ્યારે બીજા નંબર પર રહેલા ગુજરાતમાં 3548, દિલ્હીમાં 3108, રાજસ્થાનમાં 2262, મધ્યપ્રદેશમાં 2168, ઉત્તરપ્રદેશમાં 1955, તમિલનાડુમાં 1937, તેલંગાણામાં 1004, પશ્ચિમ બંગાળમાં 697, કર્ણાટકમાં 512, જમ્મુ-કાશ્મીરમાં 546, કેરળમાં 481 સંક્રમિતો છે. ભારતમાં રિકવરી રેટ વધ્યો ભારતનો રિકવરી રેટ સતત વધી રહ્યો છે. હાલ આ દર 22.17 ટકા છે. દેશના 16 જિલ્લામાં છેલ્લા 28 દિવસથી કોઈ મામલો સામે આવ્યો નથી. જ્યારે 85 જિલ્લામાં ગત 14 દિવસમાં એક પણ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી.62 deaths and 1543 new cases in last 24 hours due to #Coronavirus, the sharpest ever increase in death cases in India. https://t.co/CjUd1Vg2Zu
— ANI (@ANI) April 28, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
Advertisement