શોધખોળ કરો
Advertisement
COVID-19: પીએમ મોદીએ સ્થિતિની કરી સમીક્ષા, કહ્યું- તમામ સુધી રસી પહોંચે તેવી વ્યવસ્થા બનાવો
ભારતમાં કોરોના સંક્રમણ હવે કાબુમાં આવતું હોય તેમ લાગી રહ્યું છે. કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા દોઢ મહિનામાં પ્રથમવાર 8 લાખથી નીચે આવી છે.
નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીએ આજે દેશમાં કોવિડ-19 મહામારીની સ્થિતિ, વેક્સીનનું વિતરણ અને તૈયારીઓની સમીક્ષા કરી હતી. પીએમ મોદીએ દરરોજના મામલા અને રિકવરી રેટમાં થઈ રહેલા વધારાનો ઉલ્લેખ કર્યો હતો. તહેવારો દરમિયાન સામાજિક અંતર, કોવિડ-19ના દિશા નિર્દેશોનું પાનલ કરવાની અપીલ કરી હતી.
આ દરમિયાન પ્રધાનમંત્રીએ મહામારીને નિયંત્રિત કરવાના પ્રયાસો ચાલુ રાખવા આહ્વાન કર્યુ હતું. પ્રધાનમંત્રીએ ચૂંટણી આયોજનની જેમ રસી વિતરણની પદ્ધતિ વિકસિત કરવાની ભલામણ કરી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું કે, ભારતમાં ત્રણ રસી વિકસિત થવાના તબક્કામાં છે. જેમાંથી બે રસી બીજા તબક્કામાં અને એક રસી પ્રથમ તબક્કામાં છે. કોવિડ-19 વાયરસ પર થઈ રહેલા ભારતીય રિસર્ચ પરથી ખબર પડી છે કે આ વાયરસ આનુવંશિક રીતે સ્થિર છે, તેમાં કોઈ મોટું પરિવર્તન નથી.
ભારતમાં કોરોના સંક્રમણ હવે કાબુમાં આવતું હોય તેમ લાગી રહ્યું છે. કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા દોઢ મહિનામાં પ્રથમવાર 8 લાખથી નીચે આવી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 62,212 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને 837 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 74,32,681 પર પહોંચી છે. જેમાંથી 7,95,087 એક્ટિવ કેસ છે અને 65,24,596 ડિસ્ચાર્જ થઈ ગયા છે. દેશમાં કોરોનાથી 1,12,998 લોકોના મોત થયા છે.
કોરોના વાયરસઃ રશિયાની વેક્સીન Sputnik Vને ભારતમાં ટ્રાયલની મળી મંજૂરી, જાણો કેટલા લોકો પર થશે ટેસ્ટ
કોરોનાના કહેર વચ્ચે તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખી સાંસ્કૃતિક કાયક્રમોના કલાકારો માટે કેન્દ્રએ જાહેર કરી ગાઇડલાઇન્સ, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion