શોધખોળ કરો
Advertisement
કોરોનાના કહેર વચ્ચે તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખી સાંસ્કૃતિક કાયક્રમોના કલાકારો માટે કેન્દ્રએ જાહેર કરી ગાઇડલાઇન્સ, જાણો વિગતે
આ ગાઇડલાઇન્સ મુજબ કાર્યક્રમમાં ભાગ લેનારા કલાકારો અને ક્રૂ મેમ્બર્સે કોરોના ટેસ્ટ કરાવવો ફરજિયાત છે. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ તેમને આયોજનમાં સામેલ થવાની મંજૂરી આપવામાં આવશે.
નવી દિલ્હીઃ દેશમાં નવરાત્રીની સાથે તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે. આ સ્થિતિમાં સરકારે કલાકારો અને ક્રૂ મેમ્બર્સ માટે ગાઇડલાઇન્સ જાહેર કરી છે. જેનો હેતુ કાર્યક્રમોના આયોજન દરમિયાન કોવિડ-19 સંક્રમણ ફેલાતો અટકાવવાનો છે.
આ ગાઇડલાઇન્સ મુજબ કાર્યક્રમમાં ભાગ લેનારા કલાકારો અને ક્રૂ મેમ્બર્સે કોરોના ટેસ્ટ કરાવવો ફરજિયાત છે. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ તેમને આયોજનમાં સામેલ થવાની મંજૂરી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોરોના ટેસ્ટ આયોજનના 7 દિવસ પહેલા જ કરાવવાનો છે. ઉપરાંત શક્ય હોય તો આયોજકોએ કાર્યક્રમના સ્થળ પર કોરોના મોબાઇલ ટેસ્ટિંગ યૂનિટનો પ્રબંધ કરવો પડશે.
કાર્યક્રમ દરમિયાન આયોજકોને શક્ય તેટલા ઓછા ક્રૂ મેમ્બર્સ રાખવાની સલાહ આપવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન પહેરવામાં આવતાં કોસ્ટયૂમ્સને પણ કલકારોએ ઘરે જ ટ્રાયલ અને ફિટિંગ કરીને આવવાનું રહેશે. આ ઉપરાંત ફરજિયાત માસ્ક પહેરવું પડશે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 62,212 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને 837 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 74,32,681 પર પહોંચી છે. જેમાંથી 7,95,087 એક્ટિવ કેસ છે અને 65,24,596 ડિસ્ચાર્જ થઈ ગયા છે. દેશમાં કોરોનાથી 1,12,998 લોકોના મોત થયા છે.
ન્યૂઝીલેન્ડઃ જેસિંડા ફરી બનશે પ્રધાનમંત્રી, ચૂંટણીમાં પાર્ટીની થઈ ઐતિહાસિક જીત
IPLની કોમેન્ટ્રી ટીમથી અલગ થયો આ પૂર્વ ક્રિકેટર, સામે આવ્યું આ કારણ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement