શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસઃ રશિયાની વેક્સીન Sputnik Vને ભારતમાં ટ્રાયલની મળી મંજૂરી, જાણો કેટલા લોકો પર થશે ટેસ્ટ
ડ્રગ કંટ્રોલર ઓફ ઈન્ડિયાએ ડૉ. રેડ્ડીસ લેબને બીજા અને ત્રીજા તબક્કાના ટ્રાયલની મંજૂરી આપી છે.
નવી દિલ્હીઃ રશિયાની કોરોના વેક્સીન સ્પૂતનિક ફાઇવને ભારતમાં ટ્રાયલની મંજૂરી મળી ગઈ છે. ડ્રગ કંટ્રોલર ઓફ ઈન્ડિયાએ ડૉ. રેડ્ડીસ લેબને બીજા અને ત્રીજા તબક્કાના ટ્રાયલની મંજૂરી આપી છે. રશિયાની આ વેક્સીનને લઈ વિશ્વમાં ઘણો વિવાદ થઈ રહ્યો છે. તેના પરીક્ષણને લઈ સવાલો ઉઠતાં રહ્યા છે.
DGCIએ કહ્યું હતું કે, રશિયામાં ખૂબ ઓછા લોકો પર ટેસ્ટ કરવામાં આવ્યો છે. તેથી મંજૂરી આપવી સુરક્ષિત નહીં હોય. પરંતુ આખરે ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી મળી ગઈ છે. તેથી ભારતમાં રજિસ્ટ્રેશન બાદ 40 હજાર વોલંટિયર્સ પર ટ્રાયલ કરવામાં આવશે.
સપ્ટેમ્બરમાં ડો. રેડ્ડીસ લેબ અને રશિયાની આરડીઆઈએફે ભારતમાં સ્પૂતનિક ફાઈવના ટ્રાયલને લઈ પાર્ટનરશિપ કરી હતી. બંને દેશો વચ્ચે થયેલી સમજૂતી મુજબ ભારતને વેક્સીનના એક કરોડ ડોઝ મળશે. ડો. રેડ્ડીઝ લેબના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર જીવી પ્રસાદે કહ્યું, અમે પૂરી પ્રક્રિયામાં ડીજીસીઆઈના વૈજ્ઞાનિક નિયમોનો સ્વીકાર કરીએ છીએ. અમારી ટ્રાયલને મળવી ખૂબ મોટું પગલું છે. અમે મહામારી સામે લડવા સુરક્ષિત અને પ્રભાવશાળી રસી લાવવા કટિબદ્ધ છીએ.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 62,212 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને 837 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 74,32,681 પર પહોંચી છે. જેમાંથી 7,95,087 એક્ટિવ કેસ છે અને 65,24,596 ડિસ્ચાર્જ થઈ ગયા છે. દેશમાં કોરોનાથી 1,12,998 લોકોના મોત થયા છે.
કોરોનાના કહેર વચ્ચે તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખી સાંસ્કૃતિક કાયક્રમોના કલાકારો માટે કેન્દ્રએ જાહેર કરી ગાઇડલાઇન્સ, જાણો વિગતે
ન્યૂઝીલેન્ડઃ જેસિંડા ફરી બનશે પ્રધાનમંત્રી, ચૂંટણીમાં પાર્ટીની થઈ ઐતિહાસિક જીત
IPLની કોમેન્ટ્રી ટીમથી અલગ થયો આ પૂર્વ ક્રિકેટર, સામે આવ્યું આ કારણ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement