શોધખોળ કરો
રાહુલ ગાંધીના આરોપ પર ભાજપનો વળતો પ્રહાર- 30 જાન્યુઆરીથી જ માસ્કના નિકાસ પર પ્રતિબંધ
કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર પર જરૂરી મેડિકલ સાધનોના નિકાસ કરવાનો આરોપ લગાવ્યો છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસના ખતરો દેશમાં વધી રહ્યો છે. આ વચ્ચે કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર પર જરૂરી મેડિકલ સાધનોના નિકાસ કરવાનો આરોપ લગાવ્યો છે. જોકે, સૂત્રોના મતે માસ્ક સંબંધી જરૂરી સુવિધાઓના નિકાસ પર જાન્યુઆરીથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. સરકારી સૂત્રોએ કહ્યું કે, મેડિકલ સાથે જોડાયેલી જરૂરી સુવિધાઓના નિકાસ પર 31 જાન્યુઆરી 2020થી પ્રતિબંધ છે. જેને લઇને 31 જાન્યુઆરીના રોજ એક નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું હતુ. વાસ્તવમાં કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આરોપ લગાવ્યો હતો કે જે મેડિકલ સુવિધાઓની જરૂર ભારતમાં છે જેનું ભારત સરકાર નિકાસ કરી રહી છે. ભાજપ આઇટી સેલના વડા અમિત માલવીયે ટ્વિટ કરી કહ્યું કે, ડબલ્યૂએચઓની એડવાઇઝરી અગાઉ ભારત સરકારે 31 જાન્યુઆરીના રોજ એન95 માસ્ક, બોડી ઓવરઓલ અને 2-3 પ્લાઇ માસ્કના નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ સાથે અમિત માલવીયે સરકારનું નોટિફિકેશન પણ ટ્વિટ કર્યું છે.
વધુ વાંચો





















