શોધખોળ કરો

કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોરોનાને લઈ PM મોદીને લખ્યો પત્ર, આપ્યા પાંચ સૂચન

કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રધાનમંત્રી મોદીને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં સોનિયા ગાંધીએ કોરોના સામે લડવા કેટલાક સૂચનો આપ્યા છે.

નવી દિલ્હી: કોરોના વાયરસનો કહેર ભારત સતત વધી રહ્યો છે. દિવસે-દિવસે ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રધાનમંત્રી મોદીને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં સોનિયા ગાંધીએ કોરોના સામે લડવા કેટલાક સૂચનો આપ્યા છે. ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે અને સરકાર તરફથી આ મહામારીને પહોંચી વળવા માટે કેટલાય પગલા ભરવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા પીએમ મોદીએ વિપક્ષના નેતાઓ સાથે કોરોના વાયરસને લઈને ફોન પર વાત કરી હતી અને કોરોનાને પહોંચી વળવા સૂચનો માંગ્યા હતા. કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કેંદ્ર સરકાર દ્વારા સાંસદોના પગારમાં 30 ટકા કાપ મુકવાના નિર્ણયને સમર્થન આપ્યું છે.
સોનિયા ગાંધીએ પીએમને લખેલા પત્રમાં કહ્યું, સરકાર દ્વારા ટેલિવિઝન, પ્રિન્ટ અને ઓનલાઈન મીડિયાને આપવામાં આવતી જાહેરાતો અટકાવી દેવી જોઈએ. જાહેરખબરોને 2 વર્ષ માટે બંધ કરી દેવી જોઈએ. જેનાથી 1250 કરોડ રુપિયા દર વર્ષે બચશે. સરકાર દ્વારા સરકારી બિલ્ડિંગમાં કન્ટ્રક્શનના કામ માટે જે 20 હજાર કરોડ ફાળવવામાં આવ્યા છે તેને રોકી દેવામાં આવે. મને વિશ્વાસ છે કે સંસદની હાજરીમાં બિલ્ડંગનુ કામ કરી શકાય છે. આ રકમનો ઉપયોગ હોસ્પિટલના સુધારા તથા પીપીઈ જેવી સુવિધાની વ્યવસ્થા કરી શકાય છે. સાંસદોની પેન્સન, સેલરીમાં 30 ટકા કાપ મુકવામાં આવે. જેનો ઉપયોગ મજુરો, ખેડૂતો, નાના વ્યવસાયકર્તાઓને આર્થિક મદદ કરવા માટે કરી શકાય. રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી, રાજ્યના મંત્રીઓ સહિત તમામ અધિકારીઓની વિદેશ યાત્રા પર પ્રતિબંધ મુકવો જોઈએ. આ પ્રવાસોથી બચેલા પૈસા કોરોના સામે લડવામાં ઉપયોગમાં લઈ શકાશે. પત્રમાં લખ્યું છે કે પ્રધાનમંત્રી અને કેન્દ્રિય મંત્રીના પ્રવાસ પરના પ્રતિબંધથી 393 કરોડની બચત થશે. પ્રધાનમંત્રી કેયર્સમાં જેટલા પણ પૈસા મદદ માટે આવ્યા છે. તેને પ્રધાનમંત્રી રાહત ફંડમાં ટ્રાન્સફર કરવા જોઈએ. જેનાથી પારદર્શિતા આવશે. અત્યારે પ્રધાનમંત્રી રાહત ફંડમાં રહેલા 3800 કરોડની રકમ પડી છે. ત્યારે બન્ને ફંડને મેળવીને તેનો ઉપયોગ કરવો જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Today Weather: દિલ્હીથી ઓડિશા સુધી 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 65 કિમીની ઝડપે ફુંકાશે પવન
Today Weather: દિલ્હીથી ઓડિશા સુધી 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 65 કિમીની ઝડપે ફુંકાશે પવન
આજે સંસદમાં રજૂ થશે પેપર લીક અંગેનું સંશોધન બિલ, લાઠીચાર્જ મુદ્દે સરકારની ઘેરાબંધી કરશે વિપક્ષ
આજે સંસદમાં રજૂ થશે પેપર લીક અંગેનું સંશોધન બિલ, લાઠીચાર્જ મુદ્દે સરકારની ઘેરાબંધી કરશે વિપક્ષ

વિડિઓઝ

Gujarat Rain Alert : 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad Water Logging : વહેલી સવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં 'ગરકાવ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ
Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર
Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
નવા અવતારમાં આવી રહી છે Toyota Hilux પિકઅપ, જાણો ફીચર્સ અને લુકમાં શું થશે ફેરફાર?
નવા અવતારમાં આવી રહી છે Toyota Hilux પિકઅપ, જાણો ફીચર્સ અને લુકમાં શું થશે ફેરફાર?
Embed widget