શોધખોળ કરો
Advertisement
દેશમાં કોરોના વકર્યો, અત્યાર સુધી 29 કેસ કન્ફોર્મ થયા, સુરતમાં પણ શંકાસ્પદ સામે આવ્યો
કેન્દ્ર સરકારે પણ કોરોના વાયરસને લઇને લોકોને ચેતાવણી અને સલાહ આપી છે, સરકારે કહ્યું કે ગભરાવવાની કોઇ જરૂર નથી
નવી દિલ્હીઃ કોરોના વાયરસ હવે ભારતમાં પણ પ્રસરી રહ્યો છે, ધીરે ધીરે કોરોનાના કેસો સામે આવી રહ્યાં છે. બુધવાર સુધી કોરોનાના 29 પૉઝિટીવ કેસ નોંધાયા છે. એટલુ જ નહીં ગુજરાતના સુરતમાં પણ એક શંકાસ્પદને હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યો છે.
ચીનના વુહાનમાંથી ફેલાવવાનુ શરૂ થયા બાદ કોરોના વાયરસ હવે ભારત સુધી પહોંચી ગયો છે. રિપોર્ટ પ્રમાણે 29 કેસ ભારતમાં પૉઝિટીવ આવ્યા છે, જેમાં 3 ઠીક થઇ ગયા છે તો વળી 26 લોકોની સારવાર હાલ ચાલી રહી છે. કોરોનાને જોતો હોળીનો તહેવારને ગ્રહણ લાગી શકે છે.
કેન્દ્ર સરકારે પણ કોરોના વાયરસને લઇને લોકોને ચેતાવણી અને સલાહ આપી છે, સરકારે કહ્યું કે ગભરાવવાની કોઇ જરૂર નથી.
ખાસ વાત છે કે, ચીનથી ફેલાવવાના શરૂ થયેલા કોરોના વાયરસે દુનિયાભરમાં આતંક મચાવી દીધો છે. હાલ કોરોના વાયરસની ઝપેટમાં લગભગ દુનિયાભરના 90 હજારથી વધુ લોકો આવી ચૂક્યા છે, વળી 3 હજારથી વધુ લોકો મૃત્યુ પણ પામ્યા છે.India is well prepared to prevent the spread of #COVID19india.
All landports under MHA have fully equipped medical teams present across States to screen all incoming passengers from neighboring countries.@MoHFW_INDIA — Spokesperson, Ministry of Home Affairs (@PIBHomeAffairs) March 4, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement