શોધખોળ કરો
Advertisement
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવેલા આ 11 લક્ષણોથી જાણો તમને કોરોના છે કે નહી
કેંદ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કોરોના વાયરસના 11 લક્ષણોની યાદી જાહેર કરી છે.
ભારત સહિત દુનિયાભરમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. તેનાથી થતા મૃત્યુની સંખ્યા પણ દરરોજ વધી રહી છે. રાહતના સમાચાર એ છે કે મોટી સંખ્યામાં દર્દીઓ સ્વસ્થ થઈ હોસ્પિટલમાંથી ઘરે પરત ફરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં ફેબિફ્લૂ, ડેક્સામેથાસોન જેવી દવાઓ પણ આવી છે, જે કોરોનાની સારવારમાં અસરકારક સાબિત થઈ રહી છે. કોરોનાની રસીને લઈને પણ સારા સમાચાર સામે આવી રહ્યા છે. કોરોનાના સંક્રમણને અટકાવવામાં સૌથી મોટો પડકાર તેની ઓળખ અને તપાસ કરવાનો છે. દેશના તમામ નાગરિકોના ટેસ્ટ શક્ય નથી. એવામાં લક્ષણોના આધાર પર નક્કી કરવામાં આવી રહ્યું કે કોના ટેસ્ટ કરવામાં આવે.
કેંદ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કોરોના વાયરસના 11 લક્ષણોની યાદી જાહેર કરી છે.
કોરોના વાયરસના લક્ષણ કોરોના સંક્રમણની શરૂઆતમાં ચાર જ લક્ષણો સામે આવ્યા હતા. આ ચાર લક્ષણ હતા, વધારે તાવ આવવો, સુકૂી ઉધરસ, ગળામાં ખારાશ અને શ્વાસ લેવામાં તકલીફ થવી.
આવો, જાણીએ નવા લક્ષણોમાં શું-શું સામેલ કરવામાં આવ્યા છે.
કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેમ-તેમ લક્ષણોની સંખ્યા પણ વધી રહી છે. કેંદ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કોરોનાના 11 લક્ષણોને સામેલ કર્યા છે. પાછલા ચાર લક્ષણો ઉપરાંત આ નવા લક્ષણોનો સમાવેશ કરવામાં આવ્યો છે શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, થાક, ઠંડી અથવા શરદી,ઉલટી, ઝાડા, લાળમાં રક્તસ્રાવ.
આ પહેલા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ સ્વાદની અનુભૂતિ ન કરવી તે પણ કોરોનાના મુખ્ય લક્ષણોમાં સામેલ છે. WHO સહિત વિશ્વભરના વૈજ્ઞાનિકો, સંશોધનકારો અને ડૉક્ટરો કોરોના વાયરસના અન્ય લક્ષણોની ઓળખ અને અભ્યાસ કરવામાં લાગ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion