Coronavirus Test: હવે માત્ર 5 મિનિટમાં જ થઈ શકશે COVID-19ની પુષ્ટિ, આ કંપનીએ બનાવ્યું ખાસ ડિવાઇસ
મેડિકલ ડિવાઇસ બનાવતી અમેરિકન કંપની એબોટ લેબોરેટીઝે કોરોના વાયરસના સંક્રમણની તપાસ માટે એક પોર્ટેબલ ટેસ્ટનું પ્રદર્શન કર્યુ છે.
![Coronavirus Test: હવે માત્ર 5 મિનિટમાં જ થઈ શકશે COVID-19ની પુષ્ટિ, આ કંપનીએ બનાવ્યું ખાસ ડિવાઇસ Coronavirus Test now it will take just 5 minutes for COVID-19 confirmation Coronavirus Test: હવે માત્ર 5 મિનિટમાં જ થઈ શકશે COVID-19ની પુષ્ટિ, આ કંપનીએ બનાવ્યું ખાસ ડિવાઇસ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/28174434/test-corona.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ મેડિકલ ડિવાઇસ બનાવતી અમેરિકન કંપની એબોટ લેબોરેટીઝે કોરોના વાયરસના સંક્રમણની તપાસ માટે એક પોર્ટેબલ ટેસ્ટનું પ્રદર્શન કર્યુ છે. કંપનીનો દાવો છે કે આ ટેસ્ટ માત્ર 5 મિનિટમાં જ કોઈ વ્યક્તિને સંક્રમણનો ખતરો છે કે નહીં તેની ભાળ મેળવી શકે છે. કંપનીના જણાવ્યા મુજબ, ઝડપથી કોરોનાવાયરસના મામલાની તપાસ થઈ શકશે. કંપનીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.
કંપનીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, આ ટેસ્ટ તેમના ID NOW પ્લેટફોર્મ પર થશે. આ એક નાનું, વજનમાં હળવું અને પોર્ટેબલ ડિવાઇસ છે, જે મોલિક્યૂલર ટેકનોલોજી પર કામ કરે છે. કંપનીએ એક પ્રેસ નોટમાં જણાવ્યું કે, FDA દ્વારા કોરોના વાયરસની તપાસ માટે મોલિક્યૂલર પોઇન્ટ ઓફ કેયર ટેસ્ટ માટે ઈમરજન્સી ઉપયોગ (EUA) આપ્યું છે. આ ટેસ્ટ 5 મિનિટમાં પોઝિટિવ અને 13 મિનિટમાં નેગેટિવ રિઝલ્ટ આપે છે.
હળવું અને નાનું હોવાના કારણે આ ઉપકરણનો ક્લિનિકમાં પણ ઉપયોગ કરી શકાય છે. આ ડિવાઇસનો ઉપયોગ અમેરિકામાં ઈન્ફ્લુએન્ઝા એ અને બી, સ્ટ્રેપ એ અને આરએસવીના પરીક્ષણ માટે પહેલાથી જ કરવામાં આવી રહ્યો છે. હાલ કોવિડ-19ના દર્દીની પુષ્ટિ કરવામાં બે કે ત્રણ દિવસનો સમય લાગી રહ્યો છે.
હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 5,97,000ને પાર કરી ગઈ છે, જ્યારે 27,000થી વધારે લોકોના મોત થયા છે.
BREAKING: We’re launching a test that can detect COVID-19 in as little as 5 minutes—bringing rapid testing to the frontlines. https://t.co/LqnRpPpqMM pic.twitter.com/W8jyN2az8G
— Abbott (@AbbottNews) March 27, 2020
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)