લગ્નમાં સામેલ થવા માટે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ જરૂરી, આ રાજ્યે ઘડ્યો નવો નિયમ
coronavirus:કોરોનાની મહામારીમાં વાયરસની રોકથામ માટે રાજ્ય સરકાર નવા-નવા નિયમો ઘડી રહ્યાં છે. આ સ્થિતિમાં રાજ્ય સરકાર દ્રારા એક નવો નિયમ ઘડવામાં આવ્યો છે. લગ્નમાં ઉપસ્થિત રહેનાર મહેમાનને કોરોનાનો નેગેટિવ રિપોર્ટ જરૂરી, જાણીએ ક્યાં રાજ્યમાં લગ્નમાં હાજર રહેવા માટે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ જરૂરી છે.
coronavirus:કોરોનાની મહામારીમાં વાયરસની રોકથામ માટે રાજ્ય સરકાર નવા-નવા નિયમો ઘડી રહ્યાં છે. આ સ્થિતિમાં રાજ્ય સરકાર દ્રારા એક નવો નિયમ ઘડવામાં આવ્યો છે. લગ્નમાં ઉપસ્થિત રહેનાર મહેમાનને કોરોનાનો નેગેટિવ રિપોર્ટ જરૂરી, જાણીએ ક્યાં રાજ્યમાં લગ્નમાં હાજર રહેવા માટે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ જરૂરી છે.
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહણે જિલ્લાના ક્રાઇસિસ મેનેજમેન્ટ કમેટીના સદસ્યોએ વર્ચ્યુઅલી સંબોધિત કરતાં કહ્યું કે, હવે લગ્ન-વિલાહમાં વર-વધૂ પક્ષના 20-20 વ્યક્તિ સમ્મલિત થઇ શકશે.
મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમણની રફતારને ધીમી કરવા માટે લગ્ન સમારોહમાં ભાગ લેનારની સંખ્યા એકવાર ફરી નક્કી કરવામાં આવી છે. જે આ લગ્ન સમારોહમાં ભાગ લેશે, તેને કોરોના ટેસ્ટ કરવાનો રહેશે. મુખ્ય મંત્રી શિવરાજ સિંહ ચોહાણે જિલ્લોની ક્રાઇસિસ મેનેજમેન્ટ કમેટિના સદસ્યોએ વર્ચ્અલી સંબોઘિત કરતા કહ્યું કે., હવે લગ્ન સમારોહમાં બંને પક્ષ તરફથી 20-20 વ્યક્તિઓ જ હાજર રહી શકશે અને લગ્નમાં હાજર રહેનાર તમામના કોવિડ -19ના રિપોર્ટ નેગેટિવિ હોવો જરૂરી છે એટલે કે લગ્નમાં સામેલ થનારે કોવિડનો રિપોર્ટ કરાવવો જરૂરી છે. આ મુદ્દે 15 જૂન સુધી નવી ગાઇડ લાઇન જાહેર કરવામાં આવશે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
ભારતમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા સાતમા દિવસે એક લાખથી ઓછી નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં 70421 નવા કેસ નોંધાયા છે, જે 72 દિવસ બાદ નોંધાયેલા સૌથી ઓછા કેસ છે. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટી રહી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 3900થી વધુ લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 70,421 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,19,501 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં 3921 લોકોના મોત થયા છે.
દેશમાં 72 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. ભારતમાં સતત 32માં દિવસે કોરોના વાયરસના નવા મામલાથી રિકવરી વધારે થઈ છે. દેશભરમાં 25 કરોડ 48 લાખથી વધુ કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 34 લાખ 84 હજાર લોકોને રસી અપાઈ હતી. અત્યાર સુધીમાં 39 કરોડ 96 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છ. ગઈકાલે 14 લાખ 92 હજારથી વધુ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.