શોધખોળ કરો
Advertisement
આજથી દેશના આ શહેરમાં માણસો પર શરૂ થશે કોરોના વેક્સિનનો ટ્રાયલ, જાણો વિગતે
ચિકિત્સા વિજ્ઞાન સંસ્થા અને સમ હૉસ્પીટલની વિશેષ પ્રયોગશાળામાં ભારતતના ઔષધિ મહાનિયંત્રક (ડીસીજીઆઇ) દ્વારા નક્કી પ્રૉટોકૉલ અંતર્ગત બીબીવી 152 કૉવિડ-19 રસી કે કોવેક્સિનનુ હ્યૂમન ટ્રાયલ આજથી શરૂ થશે
ભુવનેશ્વરઃ દેશ અને વિદેશમાં કોરોના વેક્સિનની શોધ માટે પુરજોશમાં કામ ચાલી રહ્યું છે. હવે દેશમાં બનેલી કૉવિડ-19ની દવા-રસીનુ માણસો પર પ્રાયોગિક ધોરણે પરીક્ષણ કરવામાં આવશે, આ દેશમાં આ ટેસ્ટિંગ ટ્રાયલ આજથી દેશના ભુવનેશ્વર શહેરમાં એક સંસ્થામાં શરૂ થવાનુ છે. આઇસીએમઆરે પહેલા અને બીજા તબક્કાના પ્રાયોગિક ટેસ્ટિંગ ટ્રાયલ માટે દેશમાં 12 કેન્દ્રોને પસંદ કર્યા છે, અને આ ભુવનેશ્વરની સંસ્થા પણ તેમાં સામેલ છે.
ચિકિત્સા વિજ્ઞાન સંસ્થા અને સમ હૉસ્પીટલની વિશેષ પ્રયોગશાળામાં ભારતતના ઔષધિ મહાનિયંત્રક (ડીસીજીઆઇ) દ્વારા નક્કી પ્રૉટોકૉલ અંતર્ગત બીબીવી 152 કૉવિડ-19 રસી કે કોવેક્સિનનુ હ્યૂમન ટ્રાયલ આજથી શરૂ થશે. આઇએમએસ એન્ડ સમના ડીન ગંગાધર સાહૂએ સોમવારે સંસ્થામાં વિશેષ પ્રયોગશાળા - પ્રિવેન્ટિવ એન્ડ મેડિકલ ડાયગ્નૉસ્ટિક ટેસ્ટિંગ યૂનિટ (પીટીસીટીયૂ)નુ ઉદઘાટન કર્યુ.
પ્રાયોગિક પ્રક્રિયા પર ધ્યાન રાખાનારા મુખ્ય અધિકારી અને હૉસ્પીટલમાં કૉમ્યુનિટી મેડિસીનના પ્રૉફેસર ડૉ. ઇ વેન્કેટ રાવે જણાવ્યુ કે, માણસો પર ટેસ્ટિંગ માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, બુધવારે એટલે કે આજથી આ પરીક્ષણ શરૂ થવાની સંભાવના છે.
પીટીસીટીયુના ઓડિશામાં માણસો પર ટેસ્ટિંગને સમર્પિત પહેલી યુનિટ બતાવતા રાવે કહ્યું કે, કેટલાક લોકોએ પરીક્ષણમાં સ્વેચ્છાએ ભાગ લીધો છે. 18 થી 55 વર્ષના સ્વસ્થ લોકો પર આ ટેસ્ટિંગ થશે, જેને કોઇ ગંભીર બિમારી ના હોય તે જરૂરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement