શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
PM મોદી આવતીકાલે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે મીટિંગ, જાણો કયા મુદ્દે થઈ શકે છે ચર્ચા
દેશમાં ભારત બાયોટેકની કોવેક્સિન અને ઓફ્સફોર્ડ એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડ રરસીને 3 જાન્યુઆરીથી ઈમરજંસી વપરાશ માટે મંજૂરી આપવામાં આવી છે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 જાન્યુઆરીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મીટિંગ કરશે.જેમાં તેઓ કોવિડ-19 વેક્સિન પર ચર્ચા કરશે. દેશમાં ભારત બાયોટેકની કોવેક્સિન અને ઓફ્સફોર્ડ એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડ રરસીને 3 જાન્યુઆરીથી ઈમરજંસી વપરાશ માટે મંજૂરી આપવામાં આવી છે.
પીએમ મોદી મુખ્યમંત્રીઓ સાથએ વર્ચુઅલ મીટિંગમાં વાયરસ સામે વેક્સિનેશન કાર્યક્રમ અંગે કેન્દ્રની યોજના પર ચર્ચા કરશે. વેક્સિન રોલઆઉટ દરમિયાન ઉભા થનારા પડકારોને ઓળખવા તથા સોફ્ટવેર પ્લેટફોર્મની ઓપરેશનલ ક્ષમતા જાણવા તાજેતરમાં જ નેશનલ ડ્રાઇ રન પણ ચલાવવામાં આવ્યું હતું.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે ટ્વિટ કરીને કેન્દ્ર સરકારને તમામ દેશવાસીઓને કોરોના રસી ફ્રીમાં આપવાની અપીલ કરી હતી. આ પહેલા દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી સમક્ષ દિલ્હી અને દેશના તમામ રાજ્યોને કોરોના વેક્સિન ફ્રીમાં આપવામાં આવે તેવી માંગ કરી હતી.
અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું, કોરોના સદીની સૌથી મોટી મહામારી છે. આપણા લોકોને સુરક્ષિત રાખવા ખૂબ જરૂરી છે. મારી કેન્દ્ર સરકારને વિનંતી છે કે કોરોના વેક્સિન તમામ દેશવાસીઓને ફ્રીમાં આવે. તેના પર થનારો ખર્ચ અનેક ભારતીયોના જીવ બચાવવામાં સહાયક થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion