કપલે કર્યા હોટલના રુમમાં લગ્ન, હાઈકોર્ટે કહ્યું- લગ્ન માન્ય નહી, જાણો કેટલો દંડ ફટકાર્યો
એક દંપતીનો દાવો છે કે હોટલના રૂમમાં અગ્નિ પ્રગટાવીને તેમણે ‘સાત ફેરા’ લઈને તેઓ લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા.
એક દંપતીનો દાવો છે કે હોટલના રૂમમાં અગ્નિ પ્રગટાવીને તેમણે ‘સાત ફેરા’ લઈને તેઓ લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટને આ દંપતિ લગ્ન થયા અને પરિણીત છે તે સાબિત નથી કરી શક્યું. કોર્ટે દંપતીને 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કોર્ટે કહ્યું કે આ લગ્ન સમારોહ માન્ય નથી.
યુવતી 20 વર્ષની છે જ્યારે યુવક 19 વર્ષ અને 5 મહિનાનો છે. બંનેએ પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હોવાથી તેમના સંબંધીઓના હાથે ધમકીના ભયથી તેમના જીવને ખતરો હોવાથી સુરક્ષા મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી.
આ દંપતીએ ભાગીને 26 સપ્ટેમ્બરના રોજ હોટલના રુમમાં લગ્ન કર્યા હતા પરંતુ તેમની પાસે આ લગ્ન થયા તે બતાવવા માટે કોઈ પ્રમાણપત્ર નથી. કોર્ટની સમક્ષ દેખાડવા માટે કોઈ તસવીરો પણ નથી.
દંપતીએ કોર્ટ સમક્ષ આપેલી માહિતી મુજબ, તેમણે રજૂઆત કરી હતી કે તેઓ એક હોટલમાં રોકાયા હતા અને એક વાસણમાં આગ લગાવી પરંપરાગત રિવાજ મુજબ 'સાત ફેરા' લીધા હતા. પહેલા સિંદૂર લગાવ્યું હતું અને એકબીજાને માળા પણ પહેરાવી હતી. આ દરમિયાન કોઈ મંત્રોચ્ચાર કરવામાં નહોતા આવ્યા.
કોર્ટે જોયું કે યુવકની ઉંમર લગ્નની નથી અને દંપતી કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેમના લગ્ન થયા છે. કોર્ટે કહ્યું કે, ઉપરોક્ત સ્પષ્ટીકરણ એ તથ્યો છુપાવવા માટેનો પ્રયાસ હોય તેવું જણાય છે વાસ્તવમાં અરજીકર્તા વચ્ચે કોઈ માન્ય લગ્ન થયા નથી.
આ જોતાં, અરજદારોએ યોગ્ય પૂરાવા સાથે હાઈકોર્ટનો સંપર્ક કર્યો ન હતો અને અદાલતને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો તે દર્શાવતા કોર્ટે અરજદારો પર હાઈકોર્ટ કાનૂની સેવા સમિતિને ચૂકવવાના 25,000 રૂપિયાના ખર્ચનો બોજ તેમના પર નાખ્યો હતો.
જો કે, કોર્ટે પંચકુલા પોલીસ કમિશનરને આદેશ આપ્યો હતો કે આ દંપતીને તેમના જીવનો ખતરો હોવાથી તેમને સુરક્ષા પૂરી પાડવામાં આવે.