શોધખોળ કરો
Advertisement
ભારતમાં કોરોના રસી આવ્યા મોટા સમાચાર, ક્યાં સુધીમાં મળશે વેક્સિન ને શું હોઇ શકે છે કિંમત
ભારત વેક્સિનની ઉત્પાદનના મામલે સૌથી આગળ છે, સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા ઉપરાંત ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા અને ઝાયડસ કેડિલા જેવી ફાર્મા કંપનીઓ પણ છે, જે વેક્સિન બનાવવામાં ઝડપથી કામ કરી રહી છે
નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોના વાયરસ ફરી એકવાર વકરી રહ્યો છે, અમેરિકામાં બીજી લહેરથી હાહાકાર મચી ગયો છે. ભારતમાં પણ દરરોજ પચાસ હજારથી વધુ કેસો નવા સામે આવી રહ્યાં છે. આવી સ્થિતિમાં એક જ પ્રશ્ન છે કે કોરોનાની રસી ક્યારે આવશે. દુનિયામાં કોરોનાની રસી માટે અનેક જગ્યાએ રિસર્ચ અને ટ્રાયલો ચાલી રહ્યાં છે. અહીં અમે તમને બતાવી રહ્યાં છીએ કે કઇ રસી ક્યારે મળશે.
ભારતની સ્થિતિ
ભારત વેક્સિનની ઉત્પાદનના મામલે સૌથી આગળ છે, સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા ઉપરાંત ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા અને ઝાયડસ કેડિલા જેવી ફાર્મા કંપનીઓ પણ છે, જે વેક્સિન બનાવવામાં ઝડપથી કામ કરી રહી છે. આવામાં જો કોઇપણ કંપની આ વેક્સિન બનાવી લે છે તો ભારતને આનો સીધો ફાયદો મળશે.
ભારત બાયૉટેકની વેક્સિન
હૈદરાબાદ સ્થિત ભારત બાયૉટેક હજુ પણ કૉવિડ-19ની રસી પર કામ કરી રહી છે, જેમાં કૉવાક્સિનનુ ટેસ્ટિંગ બીજા તબક્કામાં છે. રિસર્ચમાં જાણવા મળ્યુ છે કે આ રસી વૉલિન્ટીયર્સને મજબૂત પ્રતિરક્ષા આપવામાં સક્ષમ રહી છે. આઇસીએમઆર સાથે મળીને ભારત બાયૉટેક કોરોના વેક્સિનને તૈયાર કરી રહ્યુ છે. આ વેક્સિન પોતાના ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે તૈયાર છે.
ડિસેમ્બર સુધી ભારત પાસે હોઇ શકે છે વેક્સિન
સીરમ ઇન્સ્ટીટ્યૂટના સીઇઓ આદર પુનાવાલાએ કહ્યું કે, આ વર્ષે ડિસેમ્બર મહિના સુધી કોરોના વેક્સિન તૈયાર થઇ શકવાની સંભાવના છે. મોટાભાગે બ્રિટનના ટેસ્ટિંગ અને ડીસીજીઆઇના અપ્રૂવલ પર ડિપેન્ડ કરશે. જો બ્રિટન ડેટા આપે છે તો ઇમર્જન્સી ટ્રાયલ માટે સ્વાસ્થ્ય મંત્રાલયમાં આવેદન કરવામાં આવશે. મંત્રાલય તરફથી મંજૂરી મળતા ટેસ્ટ ભારતમાં પણ કરવામાં આવી શકે છે. જો આ બધુ બરાબર રહ્યુ તો ડિસેમ્બરના મધ્ય સુધી ભારતની પાસે કોરોના વેક્સિન આવી શકે છે.
એક રિપોર્ટ પ્રમાણે દર્શાવવામાં આવેલા અનુમાન પ્રમાણે.....
NOVAVAX- સીરમ ઇન્સ્ટીટ્યૂટ- કિંમત 240 રૂપિયા
OXFORD ASTRAZENECA- સીરમ ઇન્સ્ટીટ્યૂટ- કિંમત 1000 રૂપિયા
ભારત બાયૉટેક- હજુ કોઇ માહિતી નથી
રશિયાની વેક્સિન સ્પુતનિક V- હજુ કોઇ માહિતી નથી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ગુજરાત
દુનિયા
Advertisement