યુપીની યોગી સરકારે લોકડાઉન મુદ્દે લીધો શું મોટો નિર્ણય?
યોગી સરકારે (Yogi Government) રાજ્યાના તમામ 75 જિલ્લાઓમાં નાઇટ કર્ફ્યૂ (Night Corona Curfew)માં 21 જૂનતી બે કલાકની વધુ છૂટ આપવાનો ફેંસલો કર્યો છે. આની સાથે જ હવે યુપીમાં અઠવાડિયામાં પાંચ દિવસ દુકાનો અને બજારોની સાથે મૉલ તથા રેસ્ટૉરન્ટ પણ ખુલી શકશે.
લખનઉઃ યુપીની યોગી સરકારે (Yogi Government) રાજ્યાના તમામ 75 જિલ્લાઓમાં નાઇટ કર્ફ્યૂ (Night Corona Curfew)માં 21 જૂનતી બે કલાકની વધુ છૂટ આપવાનો ફેંસલો કર્યો છે. આની સાથે જ હવે યુપીમાં અઠવાડિયામાં પાંચ દિવસ દુકાનો અને બજારોની સાથે મૉલ તથા રેસ્ટૉરન્ટ પણ ખુલી શકશે. યુપીના મુખ્ય સચિવ રાજેન્દ્ર કુમાર તિવારીએ શનિવારે કોરોના કર્ફ્યૂની નવી ગાઇડલાઇન જાહેર કરી છે.
નવી ગાઇડલાઇન અનુસાર, ઉત્તરપ્રદેશના તમામ જિલ્લાઓમાં સોમવારથી શુક્રવાર સુધી સવારે સાત વાગ્યાથી રાત્રે નવા વાગ્યા સુધી નિષિદ્ધ વિસ્તારો છોડીને તમામ દુકાન અને બજાર ખોલવાની અનુમતી રહેશે. વળી, તેના પર મુખ્ય સચિવ (ગૃહ) અવનીશ કુમાર અવસ્થીના અનુસાર જે જિલ્લાઓમાં સ્વાસ્થ્ય વિભાગ દરરોજ કોરોના રિપોર્ટમાં કુલ ઉપચારાધિન કેસો 500 થી વધુ આવશે તે જિલ્લાઓમાં કોરોના કર્ફ્યૂમાં છૂટ સ્વતઃ સમાપ્ત થઇ જશે. હજુ સુધી શાસનમાં કોરોના કર્ફ્યૂમાં છુટ સમાપ્ત કરવા માટે ઉપચારાધિન કેસોની સંખ્યા 600થી વધુ નિર્ધારિત કરી હતી. પરંતુ નવા નિયમોમાં ઉપચારાધિન કેસોની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કૉવિડ-19 પ્રબંધનની મંગળવારે બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોરોના કર્ફ્યૂમાં બે કલાક વધુ છૂટ આપવાનો નિર્દેશ આપ્યો હતો. આ પછી તે શાસનની નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.
Corona Cases India: 81 દિવસ બાદ નોંધાયા 60 હજારથી ઓછા કેસ, 24 કલાકમાં 1576 સંક્રમિતોના મોત......
શમાં કોરોનાની બીજી લહેર હવે ધીમે ધીમે નબળી પડી રહી છે. સતત 13માં દિવસે નવા કેસની સંખ્યા 1 લાખ કરતાં ઓછી આવી છે અને સતત છઠ્ઠા દિવસે 70 હજારથી ઓછા કેસ નોંધાયા છે. કોરોનાથી મોતનો આંકડો પણ ઘટ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 58419 નવા કોરોનાના કેસ આવ્યા અને 1576 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 87,619 લોકો કોરોનાથી ઠીક થયા છે. દેશમાં 81 દિવસ બાદ 60 હજારથી ઓછા કેસ નોંધાયા છે.
દેશમાં કોરોનાની સ્થિતિ-
કુલ કોરોના કેસ - બે કરોડ 98 લાખ 81 હજાર 965
કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 87 લાખ 66 હજાર 009
કુલ એક્ટિવ કેસ - 7 લાખ 29 હજાર 243
કુલ મોત - 3 લાખ 86 હજાર 713
દેશમાં સતત 38માં દિવસે કોરોના વાયરસના નવા કેસ કરતાં રિકવર થયેલ લોકોની સંખ્યા વધારે છે. 19 જૂન સુધી દેશભરમાં 27 કરોડ 66 લાખથી વધુ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં અંદાજે 38 કરોડ 92 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે અંદાજે 19 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો પોઝિટિવિટી રેટ 4 ટકાથી વધારે છે.
કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યામાં વિશ્વમાં બીજા ક્રમે-
દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.29 ટકા છે જ્યારે રિકવરી રેટ અંદાજે 96.27 ટકા છે. એક્ટિવ કેસ ઘટીને 3 ટકાથી ઓછા થઈ ગાય છે. કોરોના એક્ટિવ કેસના મામલે ભારત ત્રીજા સ્થાને છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.