શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દેશની કઈ ટોચની સંસ્થાએ બનાવી સાવ સસ્તી કોરોના ટેસ્ટિંગ કિટ માત્ર 300 રૂપિયામાં કોરોનાનો થશ ટેસ્ટ, જાણો વિગત
આઈઆઈટીના સ્કૂલ ઓફ બાયોલોજિકલ સાઈન્સ દ્વારા કોરોના વાયરસને ડિકેટ્ કરનારી કિટને 10 સભ્યોની ટીમે બનાવી છે. જેમાં 4 પ્રોફેસર અને 6 પીએચડી સ્કોલર છે.
દિલ્હીઃ ભારતમાં કોરોનાવાયરસ સંક્રમિત દર્દીની સંખ્યા 23 હજારને પાર કરી ગઈ છે અને દરરોજ કોવિડ 19ના દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આઈઆઈટી દિલ્હીએ કોરોનાવાયરસ ટેસ્ટ માટે સૌથી સસ્તી કિટ તૈયાર કરી છે જેને ICMR પણ મંજૂરી આપી દીધી છે.
આઈઆઈટીના સ્કૂલ ઓફ બાયોલોજિકલ સાઈન્સ દ્વારા કોરોના વાયરસને ડિકેટ્ કરનારી કિટને 10 સભ્યોની ટીમે બનાવી છે. જેમાં 4 પ્રોફેસર અને 6 પીએચડી સ્કોલર છે. પ્રોફેસર વિવેકાનદ્ન પેરૂમલ, પ્રોફેસર મનોજ મેનન, પ્રોફેસર વિશ્વજીત કુંડૂ, પોફેસર જેમ્સ ગોમ્સે પોતાના સ્ટૂડન્ટની સાથે મળીને કામ કર્યું અને સફળથા મેળવી છે.
આઈઆઈટી દિલ્હીના ડાયરેકટર પ્રો.રામગોપાલ રાવે જણાવ્યુ હતું કે, આ કિટ કોઈ પણ કોમર્શિયલ કિટથી ઝડપથી કામ કરશે. જો કે તેનો નિશ્ચિત સમય સીમા શું હશે તે હાલમાં બનાવવું મુશ્કેલ છે.
આ સંશોધન સાથે જોડાયેલા પ્રો.બિશ્વજીત કુંડુએ જણાવ્યુ હતુ કે, આ કિટ કોવીડ-19 ને જ ડિટેકટ કરશે. આ કિટથી તપાસ ઝડપી અને સ્પષ્ટ થશે. પ્રો.કુંડએ વધુમાં જણાવ્યુ હતું કે આ કિટ સસ્તી હોવાનું કારણ એ છે કે, અન્ય કિટમાં ફલોરોસેન્ટ કેમિકલનો પ્રયોગ થાય છે, જે વિદેશથી ખરીદવું પડે છે. અને મોઘુ હોય છે. પણ અમારી કિટમાં આ કેમિકલનો ઉપયોગ નથી થતો.અને સાઈબર ક્રાઈમ કેમિકલનો ઉપયોગ કરીએ છીએ જે સસ્તુ છે.
ડો.કુંડુએ જણાવ્યુ હતું કે હાલ જે વિદેશી કિટ ઉપલબ્ધ છે તેનાથી પ્રતિ ટેસ્ટ ખર્ચ લગભગ રૂા.4500 છે. પણ અમારી કંપની કિટનુ વધારે ઉત્પાદન થશે તો તેનો ખર્ચ ઘટશે. આઈઆઈટી દિલ્હીના જ ફાઉન્ડેશન ફોર ઈનોવેશિન એન્ડ ટેકનોલોજીએ ટ્રાન્સફરે કોરોના ટેસ્ટ ટેકનિક પેટન્ટ કરાવી છે તેમ ડો.કુંડુએ જણાવ્યુ હતું.
કોરોનાવાયરસના લક્ષણોને ઓળખવા હજું પણ પડકારજનક છે જેના કારણે વાયરસનો ચેપ ઝડપથી વિશ્વમાં ફેલાઈ રહ્યો છે. સંક્રમિતની ઓળખ થવા પર તેની સારવાર પણ ઝડપથી કરી શકાય છે. આઈઆઈટી દિલ્હીની આ શોધ દેશમાં કોરોના વાયરસના સંક્રમિત કેસને ઝડપથી ઓળખવામાં મદદ કરશે જેના કારણે સારવાર પણ ઝડપથી કરી શકાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
ક્રિકેટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion