શોધખોળ કરો
Coronavirus: ભારતમાં રિકવરી રેટમાં થઈ રહ્યો છે સતત વધારો, મૃત્યુદર પણ ઘટ્યો
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 12,38,695 પર પહોંચી છે અને 29,861 લોકોના મોત થયા છે.
![Coronavirus: ભારતમાં રિકવરી રેટમાં થઈ રહ્યો છે સતત વધારો, મૃત્યુદર પણ ઘટ્યો Covid 19 increase in recovery rate and decline in fatality rate in india Coronavirus: ભારતમાં રિકવરી રેટમાં થઈ રહ્યો છે સતત વધારો, મૃત્યુદર પણ ઘટ્યો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/23221245/corona-paint.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: ભારતમાં કોરોના સંક્રમણના કેસ સતત ઝડપથી વધી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 1,129 લોકોના મોત થયા છે અને 45,720 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીમાં નોંધાયેલા સૌથી વધારે મામલા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 12,38,695 પર પહોંચી છે અને 29,861 લોકોના મોત થયા છે. પરંતુ તેની વચ્ચે રાહતની વાત એ પણ છે કે, સંક્રમણથી સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે.
ભારતમં રિકવરી રેટ 63.18 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 29. 557 દર્દીઓ કોરોના સંક્રમણથી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. જ્યારે અત્યાર સુધી દેશમાં કોરોના સંક્રમણથી 7,82,606 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. અને 4,26,167 એક્ટિવ કેસ છે. જેની સારવાર ચાલી રહી છે. હાલ એક્ટિવ કેસ અને સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યામાં 3,56,440 નું અંતર છે.
મૃત્યુદરમાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. 23 જુલાાઈ સુધીમાં ભારતમાં 2.41 ટકા મૃત્યુદર થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 20 જુલાઈએ આવેલી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની સિટ્યૂએશન રિપોર્ટ 182ના હવાલાથી કહ્યું કે, ભારતમાં પ્રતિ દસ લાખ આબાદીમાં માત્ર 873 કેસ છે જ્યારે વિશ્વમાં 1841 છે. જ્યારે ભારતમાં દસ લાખ વસ્તીમાં માત્ર 20.4 મોત છે, જ્યારે વૈશ્વિક એવરેજ 77 છે.
ભારતમાં કોરોના વિરુદ્ધ સરકારની 3ટી પોલિસી છે, એટલે કે ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ. તેના પ્રમાણે ભારતમાં ટેસ્ટિંગ વધારવામાં આવી છે. અત્યાર સુધી કુલ 1,50,75,369 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)