શોધખોળ કરો
Advertisement
COVID-19: ભારતમાં રિકવરી રેટ સૌથી વધારે, કોરોનાની રસીને લઈ પીએમ મોદીએ કહી આ વાત
પીએમ મોદીએ કહ્યું કે, ભારત માસ્કના ઉપયોગને પ્રોત્સાહિત કરનારા પૈકીનો એક હતો.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રેંડ ચેલેન્જ એન્યુઅલ મીટિંગ 2020 કાર્યક્રમમાં આજે સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે જણાવ્યું કે, ભારતમાં કોરોનાનો રિકવરી રેટ 88 ટકાથી વધારે છે. આજે અમારા દૈનિક કેસોની સંખ્યા અને મોતના આંકડામાં ઘટાડો થઈ રહ્યો છે. આવું એટલા માટે થયું કે ભારત શરૂઆતમાં જ લોકડાઉન અપનાવનારા દેશો પૈકીનો એક હતો. કોરોના વેક્સીનને લઈ અમારો દેશ આ દિશામાં અગ્રેસર છે.
પીએમ મોદીએ કહ્યું કે, ભારત માસ્કના ઉપયોગને પ્રોત્સાહિત કરનારા પૈકીનો એક હતો. અહીંયા કોન્ટ્રાક્ટ ટ્રેસિંગનું કામ યોગ્ય રીતે શરૂ કરવામાં આવ્યું હતું. ઉપરાંત રેપિડ એન્ટીંજન ટેસ્ટનો પણ વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
તેમણે એમ પણ કહ્યું કે, અમે અનેક પગલાં ભર્યા છે, જે શ્રેષ્ઠ સ્વાસ્થ્ય પ્રણાલીમાં યોગદાન આપી રહ્યા છે. અમે સ્વચ્છતા અપનાવી, શૌચાલયની સંખ્યા અને સાફ-સફાઈમાં વધારો કર્યો. આ વસ્તુઓ સૌથી વધારે ગરીબો અને છેવાડાના લોકોને મદદ કરે છે. તેનાથી બીમારી ઘટે છે.
મોદીએ કહ્યું, વિજ્ઞાન અને નવા વિચારમાં જે લોકો રોકાણ કરશે તેમાં ભવિષ્ય બનશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement