શોધખોળ કરો
Advertisement
Coronavirus: સંક્રમણથી બચવા ACનું તાપમાન કેટલું રાખશો ? ધ્યાનમાં રાખો આ જરૂરી વાતો
સરકારનું કહેવું છે કે કોવિડ-19 મહામારી વચ્ચે ઘરમાં ફિટ કરવામાં આવેલા એસીનું તાપમાન 24-30 ડિગ્રી સેન્ટીગ્રેડ હોવું જોઈએ અને હ્યુમિડિટી (ભેજ)નું પ્રમાણ 40-70 ટકા વચ્ચે હોવું જોઈએ.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે હાલ ઉનાળાની શરૂઆત ગઈ છે. આ દરમિયાન લોકોએ ઘરમાં એર કંડિશનર(AC)નો ઉપયોગ શરૂ કરી દીધો છે. આ સ્થિતિમાં એસીના વપરાશ વખતે કેટલીક વાતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. કેન્દ્ર સરકારે તેના પર ગાઈડલાઈન બહાર પાડી છે.
સરકારનું કહેવું છે કે કોવિડ-19 મહામારી વચ્ચે ઘરમાં ફિટ કરવામાં આવેલા એસીનું તાપમાન 24-30 ડિગ્રી સેન્ટીગ્રેડ હોવું જોઈએ અને હ્યુમિડિટી (ભેજ)નું પ્રમાણ 40-70 ટકા વચ્ચે હોવું જોઈએ. આ ગાઈડલાઈન ઈન્ડિયન સોસાયટી ઓફ હીટિંગ રેફ્રિજરેટિંગ એન્ડ એયર કંડીશનર એન્જિનિયર્સ (ISHRAE) દ્વારા તૈયાર કરવામાં આવી છે. જેને કેન્દ્રીય લોક નિર્માણ વિભાગ (CPWD) દ્વારા તૈયાર કરવામાં આવી છે. મોટા ભાગની ઓફિસોમાં એસીને ઉપયોગ કરવામાં આવે છે, જેને ધ્યાનમાં રાખી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.
ઘરમાં એસી ચલાવતી વખતે તાપમાન ઉપરાંત નીચેની વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
- રૂમમાં હવાની ગતિ જળવાઈ રહે તે માટે એસીની સાથે પંખો પણ ચલાવો.
- એસીવાળા રૂમમાં તાજી હવાની અવર જવર થઈ શકે તે માટે બારી ખુલ્લી રાખો.
- જો એગ્જોસ્ટ ફેન હોય તો તેનો ઉપયોગ કરો. જેથી કરીને દૂષિત હવા બહાર જઈ શકે.
- ઉનાળામાં પ્રથમ વખત એસી શરૂ કરતાં પહેલા તેની સર્વિસ કરાવી લો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ક્રાઇમ
ટેકનોલોજી
Advertisement