Mumbai COVID-19 : લૉડકાઉનના ડરથી મુંબઇમાં મજૂરોનુ સ્થળાંતર શરૂ, સાંજે જાહેર થઇ શકે છે નવી ગાઇડલ
મુંબઇમાં લોકડાઉનના ડરે કામદારો ભાગવા માંડ્યા, સ્ટેશન પર હજારોની ભીડ થતા પોલીસે કરવો પડ્યો લાઠીચાર્જ
LIVE
Background
Mumbai COVID-19 : મુંબઇમાં લોકડાઉનના ડરે કામદારો ભાગવા માંડ્યા, સ્ટેશન પર હજારોની ભીડ થતા પોલીસે કરવો પડ્યો લાઠીચાર્જ
મુંબઇમાં કોરોનાના ખતરો વધ્યો
દેશમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર બેકાબૂ થઇ રહી છે. દેશભરમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાઇ રહ્યા છે. ખાસ કરીને મુંબઇમાં કોરોનાએ રફતાર પકડી છે. કોરોનાની ઝડપને જોતા સરકાર લોકડાઉન લગાવે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે.
પ્રવાસી મજુરોમાં ડરનો માહોલ
મુંબઇમાં પ્રવાસી મજૂરોમાં ડરનો માહોલ છે. તેમને ડર છે કે સરકાર અચાનક લોકડાઉન લગાવી દે છે તો તેમની સ્થિતિ કફોડી બની જશે તેના કારણે તેઓ પોતાના ગામડે પહોંચી રહ્યા છે. મુંબઇના લોકમાન્ય તિલક ટર્મિનસ પર ઉત્તર પ્રદેશ અને બિહારના પ્રવાસી મજૂર ભેગા થયા છે.
રેલવે સ્ટેશન પર ભીડભાડ
ગુરુવારની રાત્રે મુંબઇ રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં કામદારો પોતાનો સામાન લઇને એકઠા થયા હતા. અચાનક ભીડને જોઇને પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો હતો તેમ છતાં મજૂરો ત્યાંથી ખસ્યા નહોતા.તમામનો પ્રયાસ હતો કે તેમને જલદી ટિકિટ મળી જાય અને તેઓ પોતાના ઘરે પહોંચી જાય
લૉકડાઉનના ભણકારા
વધતા કોરોનાના કારણે જો મુંબઇમાં લૉકડાઉન લાગી જશે તો તેઓ ભૂખ્યા મરી જશે એવા ડરના કારણે લૉકડાઉન પહેલા પોત પોતાના ગામડે પહોચી જઇએ તેવા પ્રયાસમાં મજૂરો પલાયન કરી રહ્યા છે. મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20 હજારથી વધારે કેસ મળ્યા છે. એવામાં લૉકડાઉનની આશંકાથી પ્રવાસી મજૂર ડરેલા છે. સંપૂર્ણ લોકડાઉનની ચર્ચાથી પ્રવાસીઓ અને ખાસ કરીને મજૂરોમાં ખૂબ જ ડર છે . ગુરુવાર રાતથી જ મુંબઈના લોકમાન્ય તિલક સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ ઉમટવા લાગી હતી .
દેશની અર્થવ્યવસ્થા પર જોખમ
રેટિંગ એજન્સી ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે જણાવ્યુ હતુ કે, ઓમિક્રોન વેરિયેન્ટના સંક્રમણની ગતિને જોતા દરેક રાજ્યોએ નિયંત્રણો લાદવાના શરૂ કરી દીધા છે, આ નિયંત્રણોની સીધી અસર દેશમાં વ્યાપારીક પ્રવૃતિઓ પર પડશે, જેના કારણે ચાલુ નાણાકિય વર્ષનો વિકાસ દર 0.10 ટકાથી ઘટીને 9.3 ટકા થઈ શકે છે.