શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

COVID-19: ભારતમાં કોરોના રસીકરણ  પર કરવામાં આવતા 7 ભ્રામક દાવાઓની વાસ્તવિકતા,  જાણો વિગતે

ભારતમાં કોરોના વાયરસની રસીકરણના કાર્યક્રમને લઈને ઘણા પ્રકારની અલગ-અલગ માન્યતાઓ ફેલાઈ રહી છે.  આ માન્યતા  ખોટા નિવેદનો, અર્ધસત્ય અને ખુલ્લેઆમ બોલવામાં આવેલા જૂઠાણાને કારણે ફેલાય છે.

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસની રસીકરણના કાર્યક્રમને લઈને ઘણા પ્રકારની અલગ-અલગ માન્યતાઓ ફેલાઈ રહી છે.  આ માન્યતા  ખોટા નિવેદનો, અર્ધસત્ય અને ખુલ્લેઆમ બોલવામાં આવેલા જૂઠાણાને કારણે ફેલાય છે. નીતિ આયોગમાં સદસ્ય અને કોવિડ19 માટે વેક્સિન પ્રબંધન પર રાષ્ટ્રીય વિશેષજ્ઞ સમૂહના અધ્યક્ષ ડૉ વિનોદ પોલે આ તમામ પ્રકારની માન્યતાઓ સાથે જોડાયેલ જુઠ્ઠાણાઓને નકારીને યોગ્ય સાચી જાણકારી આપી છે. આ માન્યતાઓ અને તેના સાચા તથ્યો નીચે મુજબ છે

માન્યતા 1: કેંદ્ર વિદેશમાંથી રસી ખરીદવા માટે પર્યાપ્ત પ્રયાસ નથી કરી રહ્યું


વાસ્તવિક્તા: કેંદ્ર સરકાર 2020ના મધ્યથી જ તમામ પ્રમુખ અંતરરાષ્ટ્રીય વેક્સીન નિર્માતાઓ સાથે સતત સંપર્કમાં છે. ફાઈઝર, જેએન્ડજે અને મોડર્ના સાથે ઘણા તબક્કાઓની વાતચીત થઈ ગઈ છે. ભારતમાં તેમની રસીના સપ્લાય અને / અથવા ઉત્પાદન માટે સરકારે તેમને તમામ પ્રકારની સહાયની ઓફર કરી છે. જો કે, તેવું  નથી કે તેમની રસી મફતમાં સપ્લાય માટે ઉપલબ્ધ છે. આપણે સમજવાની જરૂર છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે રસી ખરીદવી એ 'ઓફ ધ શેલ્ફ' વસ્તુઓ ખરીદવા સમાન નથી. વૈશ્વિક સ્તર પર રસીઓ મર્યાદિત સપ્લાયમાં હોય છે, અને કંપનીઓને મર્યાદિત  સ્ટોકની ફાળવણીમાં તેમની પોતાની પસંદગીઓ, યોજનાઓ અને ફરજ હોય ​​છે. તેઓ તેમના મૂળ દેશોને પણ પ્રાથમિકતા આપે છે જેમકે આપણા વેક્સિન ઉત્પાદકોએ આપણા માટે કોઈપણ સંકોચ કર્યા વિના કર્યું છે. ફાઈઝરે રસીની ઉપલબ્ધતાનો સંકેત આપ્યો ત્યારબાદ  કેન્દ્ર સરકાર અને કંપની રસીના વહેલામાં વહેલા આયાત માટે સાથે મળીને કામ કરી રહી છે. ભારત સરકારના પ્રયાસોના પરિણામસ્વરૂપે, સ્પૂતનિક વેક્સીન પરીક્ષણમાં ઝડપ આવી અને સમય પર  મંજૂરી સાથે, રશિયાએ પહેલેથી જ બે રસી અને ભારતીય કંપનીઓને ઇ-ટ્રાન્સફર પૂર્ણ કરી દીધું છે જે ટૂંક સમયમાં ઉત્પાદન શરૂ કરશે. 

માન્યતા 2:  કેન્દ્રએ વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ રસીઓને મંજૂરી આપી નથી

વાસ્તવિક્તા:  કેન્દ્ર સરકારે એપ્રિલમાં જ ભારતમાં યુએસ એફડીએ, ઇએમએ, યુકેની એમએચઆરએ અને જાપાનની  પીએમડીએ અને ડબ્લ્યુએચઓની ઇમરજન્સી ઉપયોગ યાદી દ્વારા માન્ય રસીઓ મેળવવાની પ્રક્રિયા સરળ બનાવી છે. આ રસી માટે પૂર્વ બ્રિજિંગ પરીક્ષણો કરાવવાની જરૂર રહેશે નહીં. અન્ય દેશોમાં ઉત્પાદિત વધુ સારી રીતે ચકાસાયેલ રસી માટેના પરીક્ષણ આવશ્યકતાને સંપૂર્ણપણે દૂર કરવા માટે હવે જોગવાઈમાં વધુ સુધારો કરવામાં આવ્યો છે. મંજૂરી માટે કોઈપણ વિદેશી ઉત્પાદકની અરજી  પેન્ડિંગ નથી.

માન્યતા 3: કેન્દ્ર રસીના ઘરેલું ઉત્પાદનને વેગ આપવા માટે પૂરતા પ્રયત્નો કરી રહ્યું નથી

વાસ્તવિક્તા:  કેંદ્ર સરકાર 2020 ની શરૂઆતથી જ વધુ કંપનીઓને રસી  ઉત્પાદન કરવામાં સક્ષમ બનાવવા માટે એક પ્રભાવી અસરકારક ભૂમિકા ભજવી રહી છે. ફક્ત 1 ભારતીય કંપની છે (ભારત બાયોટેક) જેની પાસે આઈપી છે.  ભારત સરકારે ખાતરી આપી છે કે ભારત તેના બાયોટેક પ્લાન્ટ્સમાં વધારો કરવા ઉપરાંત, અન્ય 3 કંપનીઓ / પ્લાન્ટો કોવાક્સિનનું ઉત્પાદન શરૂ કરશે, જે હવે 1 થી વધીને 4 થઈ ગઈ છે. ભારત બાયોટેક દ્વારા ઓક્ટોબર સુધીમાં કોવાકિસિનનું ઉત્પાદન દર મહિને 1 કરોડથી વધારીને 10 કરોડ મહિના કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, ત્રણ સાર્વજનિક ઉપક્રમોનું લક્ષ્યાંક ડિસેમ્બર સુધીમાં 4.0  કરોડ ડોઝનું ઉત્પાદન કરવાનું હશે. સરકારના સતત પ્રોત્સાહનથી સીરમ ઇન્સ્ટિટ્યૂટ દર મહિને 6.5 કરોડ ડોઝનું કોવિશિલ્ડ ઉત્પાદન વધારીને દર મહિને 11.0 કરોડ ડોઝ કરી રહી છે. ભારત સરકાર રશિયા સાથેની ભાગીદારીમાં એ સુનિશ્ચિત પણ કરી રહી છે કે  ડૉ રેડ્ડી સાથે સંકલન કરીને સ્પુતનિકનુ નિર્માણ  6 કંપનીઓ દ્વારા કરવામાં આવશે. કેન્દ્ર સરકાર ઝાયડસ કેડિલા, બાયોઇની સાથે સાથે જેનોવાના પોત-પોતાની રસી માટે કોવિડ સંરક્ષણ યોજના હેઠળ ઉદાર ભંડોળ સાથે રાષ્ટ્રીય પ્રયોગશાળાઓમાં તકનીકી સહાયના પ્રયત્નોને સમર્થન આપી રહી છે. ભારત બાયોટેકની એક માત્રાના ઇન્ટ્રાનાસલ રસીનો વિકાસ પણ ભારત સરકારના ભંડોળથી સારી રીતે પ્રગતિ કરી રહ્યું છે, અને તે વિશ્વ માટે એક મોટી ઉપલબ્ધિ હોઈ શકે છે. 2021 ના ​​અંત સુધીમાં આપણા રસી ઉદ્યોગ દ્વારા 200 કરોડથી વધુ ડોઝનું ઉત્પાદન સમાન પ્રયત્નો અને સતત સમર્થન અને ભાગીદારીનું પરિણામ છે. પરંપરાગત તેમજ અત્યાધુનિક ડીએનએ અને એમઆરએનએ પ્લેટફોર્મમાં કરવામાં આવી રહેલા આ પ્રયત્નોને ધ્યાનમાં રાખીને, કેટલા દેશો ફક્ત આટલી મોટી સંભાવના સાથે નિર્માણનું સ્વપ્ન જ જોઈ શકે છે. ભારત સરકાર અને રસી ઉત્પાદકોએ દૈનિક ધોરણે અવિરત જોડાણ સાથે આ મિશનમાં ટીમ ઈન્ડિયા તરીકે કામ કર્યું છે.

માન્યતા 4 :કેન્દ્રએ ફરજિયાત લાઇસન્સ આપવું જોઈએ

વાસ્તવિક્તા: ફરજિયાત લાઇસન્સિંગ એ ખૂબ આકર્ષક વિકલ્પ નથી કારણ કે તે કોઈ મહત્વનું ‘ફોર્મ્યુલા’ નથી, પરંતુ સક્રિય ભાગીદારી, માનવ સંસાધનોનું પ્રશિક્ષણ કાચા માલનું સોર્સિંગ અને ઉચ્ચતમ સ્તરના બાયો-સલામતી પ્રયોગશાળાઓના ઉચ્ચતમ સ્તરની જરુરીયાત  છે. ટેક ટ્રાન્સફર એ ચાવી છે અને તે કંપનીના હાથમાં રહે છે જેણે રીસાર્ક એન્ડ ડેવલપમેન્ટ (આર એન્ડ ડી) હાથ ધર્યું છે. હકીકતમાં, આપણે અને ફરજિયાત લાઇસેન્સિંગથી એક પગલું આગળ વધી ગયા છીએ અને  કોવિક્સિનના ઉત્પાદનને વધારવા માટે ભારત નાબાયોટેક અને 3 અન્ય સંસ્થાઓ વચ્ચે  સક્રિય ભાગીદારી સુનિચ્છિત કરી રહ્યા છીએ.  સ્પુતનિક માટે સમાન વ્યવસ્થાનું પાલન કરવામાં આવી રહ્યું છે. આ વિશે વિચારો: મોડર્નાએ ઓક્ટોબર 2020 માં કહ્યું હતું કે તે પોતાની રસી બનાવતી કોઈપણ કંપની સામે દાવો કરશે નહીં, પરંતુ એક પણ કંપનીએ આમ કર્યું નથી, સૂચવે છે કે લાઈસેન્સિંગ સૌથી નાની સમસ્યા છે. જો રસી બનાવવી એટલી સહેલી હોત, તો વિકસિત દેશોમાં કેમ રસીની આવી અછત છે ?


માન્યતા-5  કેન્દ્રએ રાજ્યો પર પોતાની જવાબદારી છોડી દીધી છે

વાસ્તવિકતાઃ કેન્દ્ર સરકાર વેક્સિન નિર્માતાઓને ફંડિંગથી લઇને તેમને ભારતમાં વિદેશી રસી લાવવા માટે ઉત્પાદનમાં ઝડપ લાવવા માટે ઝડપથી મંજૂરી આપવા સહિતના કામો કરી રહી છે. કેન્દ્ર સરકાર દ્ધારા ખરીદવામાં આવેલી વેક્સિન લોકોને મફતમાં  લગાવવા માટે રાજ્યોને ફાળવવામાં આવે છે. આ બધુ રાજ્યો જાણે છે. ભારત સરકાર રાજ્યોને તેમની વિનંતી પર સ્વયં રસી ખરીદવાના પ્રયાસ કરવામાં સક્ષમ બનાવ્યા છે. રાજ્યોને દેશમાં ઉત્પાદન ક્ષમતા અને વિદેશથી સીધી રસીની ખરીદીમાં શું મુશ્કેલીઓ આવે છે તેની જાણકારી હતી. વાસ્તવમાં ભારત સરકારે જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં સંપૂર્ણ રસીકરણ કાર્યક્રમ ચલાવ્યો અને મેની સ્થિતિની તુલનામાં આ ખૂબ સારો હતો. પરંતુ જે રાજ્યોએ આ ત્રણ મહિનામા સ્વાસ્થ્ય કર્મીઓ અને ફ્રન્ટલાઇનર્સના રસીકરણની દિશામાં સારુ કામ કર્યું નહોતું તે રસીકરણની પ્રક્રિયાને ખોલવા માંગતા હતા અને તેનું વધુ વિકેન્દ્રિકરણ ઇચ્છતા હતા. સ્વાસ્થ્ય રાજ્યનો વિષય છે અને ઉદારીકૃત રસીકરણ નીતિ રાજ્યો દ્ધારા તેમને વધુ અધિકાર આપવા માટે કરવામાં આવી રહેલા સતત પ્રયત્નોનું પરિણામ છે. વાસ્તવિકતા એ છે કે તેમનું વૈશ્વિક ટેન્ડરનું કોઇ પરિણામ નીકળ્યું નહીં જે એ વાતની પુષ્ટી કરે છે કે અમે રાજ્યોને પ્રથમ દિવસથી જ બતાવી રહ્યા છીએ કે દુનિયામાં રસીની સપ્લાય ઓછી છે અને તેને ઓછા સમયમાં ખરીદવું સરળ નથી.  

માન્યતા 6- કેન્દ્ર સરકાર રાજ્યોને પુરતી વેક્સિન આપી રહી નથી.

વાસ્તવિકતા- કેન્દ્ર રાજ્યોને નક્કી દિશાનિર્દેશો અનુસાર પારદર્શી રીતે વેક્સિનના પુરતા ડોઝ ફાળવી રહી છે. વાસ્તવમાં રાજ્યોને વેક્સિનની ઉપલબ્ધતા અંગે અગાઉથી સૂચના આપી દેવામાં આવી રહી છે. નજીકના ભવિષ્યમાં  વેક્સિનની ઉપબલ્ધતા વધવાની છે અને વધુ સપ્લાય સંભવ થશે. બિન સરકારી માધ્યમમાં રાજ્યોને 25 ટકા ડોઝ મળી રહી છે અને પ્રાઇવેટ હોસ્પિટલમાં 25 ટકા ડોઝ મળી રહ્યા છે. જોકે રાજ્યો દ્ધારા લોકોને આ 25 ટકા ડોઝ આપવામાં આવી રહેલી મુશ્કેલીઓ અને સમસ્યાઓ ખૂબ વધુ કરીને બતાવવામાં આવે છે. આપણા કેટલાક નેતાઓનો વ્યવહાર જે રસીના સપ્લાયની પૂરતી જાણકારી હોવા છતાં દરરોજ ટીવી પર જોવા મળે છે અને લોકોમાં ડરનો માહોલ પેદા કરે છે જે ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે. આ સમય રાજનીતિ કરવાનો નથી. આપણે તમામે આ લડાઇમાં એક થવાની જરૂર છે.

માન્યતા 7:  કેંદ્ર બાળકોના રસીકરણ માટે કોઈ પગલા નથી ઉઠાવી રહ્યું

વાસ્તવિક્તા:  હાલ સુધી વિશ્વનો કોઈ દેશ બાળકોને રસી આપી રહ્યો નથી. ઉપરાંત, ડબ્લ્યુએચઓએ બાળકોને કોઈપણ રસીકરણની ભલામણ કરી નથી. બાળકોમાં રસીઓની સલામતી વિશે અધ્યયન કરવામાં આવ્યા છે, અને તે પ્રોત્સાહક છે. ભારતમાં પણ ટૂંક સમયમાં બાળકો પર ટ્રાયલ શરૂ થવા જઈ રહ્યા છે. જો કે,  વોટ્સએપ ગ્રુપોમાં ફેલાયેલી ગભરાટના આધારે અને બાળકોના રસીકરણ અંગે નિર્ણય લેવો જોઈએ નહીં, કારણ કે કેટલાક રાજકારણીઓ તેના પર રાજનીતિ કરવા માંગે છે. પરીક્ષણોના આધારે પૂરતા ડેટા ઉપલબ્ધ થયા પછી જ આપણા  વૈજ્ઞાનિકો દ્વારા  આ નિર્ણય લેવામાં આવશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli News: અમરેલીમાં ભાજપના નેતાઓ અસુરક્ષિત?Surat Digital Arrest Case: ડિજિટલ અરેસ્ટ કેસમાં સુરત પોલીસને મોટી સફળતા, 5 સાયબર માફિયાઓની કરી ધરપકડPatan Child Trafficking Case : પાટણમાં બાળ તસ્કરીના કેસમાં વધુ એક મહિલાની ભૂમિકાBZ Group Ponzi Scheme : કરોડોનું ફુલેકું ફેરવી ફરાર થયેલ મહાઠગ ભૂપેંદ્રસિંહ ઝાલાના શાહી ઠાઠનો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
શું છે ‘Digital Arrest’? કેવી રીતે છેતરપિંડી કરનારા લોકોને બનાવી રહ્યા છે પોતાનો શિકાર, જાણો વિગત
શું છે ‘Digital Arrest’? કેવી રીતે છેતરપિંડી કરનારા લોકોને બનાવી રહ્યા છે પોતાનો શિકાર, જાણો વિગત
સોનું ખરીદવાનો ગોલ્ડન ચાન્સ, ઓલ ટાઇમ હાઇ કરતા ₹4000 સસ્તું થયું, જાણો ચાંદીનો ભાવ કેટલો ઘટ્યો?
સોનું ખરીદવાનો ગોલ્ડન ચાન્સ, ઓલ ટાઇમ હાઇ કરતા ₹4000 સસ્તું થયું, જાણો ચાંદીનો ભાવ કેટલો ઘટ્યો?
ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે પલટી મારી, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત 
ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે પલટી મારી, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત 
Embed widget