શોધખોળ કરો

વિદેશથી આવતા મુસાફરોએ હવે આટલા દિવસ સુધી રહેવું પડેશે હોમ ક્વોરન્ટાઈન, નવી ટ્રાવેલ ગાઈડલાઈન થઈ જાહેર, જાણો

વિદેશથી ભારત આવતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ હવે એક સપ્તાહ સુધી હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. કોરોના અને ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે કેન્દ્ર સરકારે શુક્રવારે આ નવી ટ્રાવેલ ગાઈડલાઈન જારી કરી છે.

Covid Guidelines: વિદેશથી ભારત આવતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ હવે એક સપ્તાહ સુધી હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. કોરોના અને ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે કેન્દ્ર સરકારે શુક્રવારે આ નવી ટ્રાવેલ ગાઈડલાઈન જારી કરી છે. સમગ્ર વિશ્વ હાલમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના પ્રકોપનો સામનો કરી રહ્યું છે. "જોખમી" દેશોમાંથી આવતા મુસાફરોએ આગમન  પર કોવિડ પરીક્ષણ નમૂનાઓ સબમિટ કરવાના રહેશે. નવા નિયમો અનુસાર, પરીક્ષણ પરિણા  આવ્યા પછી જ તેમને એરપોર્ટ પરિસરમાંથી બહાર જવાની મંજૂરી આપવામાં આવશે.

આ પ્રવાસ માર્ગદર્શિકા 11 જાન્યુઆરીથી લાગુ થશે. જે મુસાફરો જોખમ ધરાવતા દેશોમાંથી આવશે તેમને એરલાઇન્સ દ્વારા કહેવામાં આવશે કે તેઓ પહોંચ્યા પછી પરીક્ષણ અને ક્વોરેન્ટાઇનમાંથી પસાર થવું પડશે.

ઓમિક્રોનનો હાહાકાર, છેલ્લા 24 કલાકમાં 1.17 લાખ નવા કેસ નોંધાયા, 302ના મોત

દેશમાં જીવલેણ કોરોનાવાયરસ રોગચાળાની ગતિ બેકાબૂ બની રહી છે. આ સાથે, કોરોનાના સૌથી ખતરનાક પ્રકાર ઓમિક્રોનના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના એક લાખ 17 હજાર 100 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, 302 લોકો મૃત્યુ પામ્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના 3007 કેસ નોંધાયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 3 લાખ 71 હજાર 63 થઈ ગઈ છે. તે જ સમયે, આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 83 હજાર 178 થઈ ગઈ છે. માહિતી અનુસાર, ગઈકાલે 30 હજાર 836 લોકો સાજા થયા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં 3 કરોડ 43 લાખ 71 હજાર 845 લોકો ચેપ મુક્ત થઈ ગયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ત્રણ કરોડ 52 લાખ 26 હજાર 386 કેસ નોંધાયા છે.

કોરોના સામેના જંગમાં ભારતને મોટી સફળતા મળી છે.   પીએમ મોદીએ આજે કોલકાતામાં ચિતરંજન નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યુટના બીજા કેમ્પસનુ ઉદઘાટન કર્યુ હતુ.આ પ્રસંગે પીએમ મોદીએ કોરોના પર પણ વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યુ હતુ કે, દેશમાં અત્યાર સુધીમાં કોરોના વેક્સીનના 150 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, કોરોના એ છેલ્લા 100 વર્ષમાં દુનિયાએ જોયેલી સૌથી મોટી મહામારી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kite Festival: અમદાવાદમાં આજથી કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ, 47 દેશના પતંગબાજો  કરશે પતંગબાજી
Kite Festival: અમદાવાદમાં આજથી કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ, 47 દેશના પતંગબાજો કરશે પતંગબાજી
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
Advertisement
ABP Premium

વિડિઓઝ

National Green Tribunal: ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ કરશો તો થશે સજાHun To Bolish : હું તો બોલીશ : ગુલાટ મારતો આતંકHun To Bolish : હું તો બોલીશ : માફિયાઓ સામે દાદાનો દમBZ Group Scam: રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kite Festival: અમદાવાદમાં આજથી કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ, 47 દેશના પતંગબાજો  કરશે પતંગબાજી
Kite Festival: અમદાવાદમાં આજથી કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ, 47 દેશના પતંગબાજો કરશે પતંગબાજી
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
Embed widget