શોધખોળ કરો
Advertisement
કોરોનાના દર્દીઓને લઈને સુપ્રીમ કોર્ટે ભારત સરકારને શું આપ્યો મોટો આદેશ? જાણો વિગત
હાલ કોરોનાગ્રસ્ત દર્દીના ઘરની બહાર સ્ટીકર લગાવવામાં આવે છે કે આ વિસ્તાર કોરોના ગ્રસ્ત છે, તેનાથી અંતર જાળવવું.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે. આજે 32,080 નવા કેસ નોંધાવાની સાથે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 97,35,850 પર પહોંચી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી કુલ 402 લોકોના મોત થયા હતા. આ સાથે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,41,360 પર પહોંચી ગયો છે. હાલ દેશમાં 3,78,909 એક્ટિવ કેસ છે અને 92,15,581 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે.
આ દરમિયા આજે સુપ્રીમ કોર્ટે કોરોના દર્દીના ઘરની બહાર લગાવવામાં આવતાં સ્ટીકરને લઈ મોટો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણીમાં કહ્યું છે કે, હવે કોઈ પણ રાજ્યમાં આ પ્રમાણે કોરોનાગ્રસ્ત દર્દીના ઘરની બહાર કોઈ સ્ટીકર લગાવવામાં આવશે નહીં. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, અમારી કોઈ ગાઈડ લાઈન મુજબ સ્ટીકર લગાવવાની જોગવાઈ અગાઉ પણ નહતી, અત્યારે પણ નથી. હાલ કોરોનાગ્રસ્ત દર્દીના ઘરની બહાર સ્ટીકર લગાવવામાં આવે છે કે આ વિસ્તાર કોરોના ગ્રસ્ત છે, તેનાથી અંતર જાળવવું.
કોવિડ-19 વેક્સિનના રસીકરણ માટે 30 સરકારે 30 કરોડ ભારતીયોની પસંદગી કરી છે. જેને જરૂરી મંજૂરી મળ્યા બાદ રસી અપાશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, કમિટીએ 30 કરોડ ભારતીયોને સૌથી પહેલા વેક્સિ શોટ્સ આપવાની ભલામણ કરી છે. જેમાં એક કરોડ હેલ્થકેર વર્કર્સ, બે કરોડ ફ્રન્ટ લાઇન વર્કર્સ અને 27 કરોડ આમ આદમી છે.
એક્સપર્ટ કમિટી ત્રણ વેક્સિન દાવેદાર (ફાઇજર, સીરમ અને ભારત બાયોટેક) પર નજર રાખશે. જેના આધારે અંતિમ ફેંસલો લેવાશે. કોવિડ-19 વેક્સિન પર એક્સપર્ટ કમિટીએ કહ્યું કે, 97 ટકા સરકારી અને 70 ટકા ખાનગી ફ્રન્ટલાઇન હેલ્થકેર શ્રમિકોનો ડેટા મળી ચુક્યો છે. તેને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે.
ટોચના સરકારી સૂત્રોના કહેવા મુજબ, વેક્સિન લગાવવાના દિશાનિર્દેશોને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. પ્રત્યેક રસીકરણ કેન્દ્રમાં ત્રણ અલગ અલગ રૂમ હશે. પ્રથમ રૂમમાં લાભાર્થીએ રાહ જોવી પડશે, બીજા રૂમાં તંત્ર દ્વારા રસી આપવામાં આવશે અને છેલ્લે પ્રતીક્ષા ખંડમાં મોકલવામાં આવશે. જ્યાં કોઈ આડઅસર થાય છે કે નહીં તે જોવામાં આવશે. અહીંયા તેણે લગભગ 30 મિનિટ સુધી બેસવું પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion