શોધખોળ કરો
Advertisement
Coronavirus: દેશમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 74281 થઈ, છેલ્લા 24 કલાકમાં 3525 નવા કેસ નોંધાયા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, અત્યાર સુધી 24385 દર્દીઓ સાજા થયા જ્યારે 47480 એક્ટિવ કેસ છે.
નવી દિલ્હી: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 3,525 કેસ નોંધાયા છે અને જ્યારે 122 દર્દીઓના મોત થયા છે. દેશમાં કોરોના પોઝિટવ કેસનો આંકડો 74,281 પર પહોંચ્યો છે અને અત્યાર સુધી 2415 દર્દીઓનાં મોત થયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, અત્યાર સુધી 24385 દર્દીઓ સાજા થયા જ્યારે 47480 એક્ટિવ કેસ છે. દેશમાં કોરોના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. અહીં કોરોના પોઝિટિવનો આંકડો 24 હજારને પાર પહોંચી ગયો છે.
કયા રાજ્યમાં કેટલા મોત થયા ?
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 921 મોત થયા છે, ગુજરાતમાં 566, મધ્યપ્રદેશમાં- 225, તેલંગણામાં 32, દિલ્હીમાં 86, પંજાબમાં 32, પશ્ચિમ બંગાળ 198, કર્ણાટકમાં 31, ઉત્તર પ્રદેશ 82, રાજસ્થાન-117, કેરળ-4, જમ્મુ-કાશ્મીરમાં 10, આંધ્રપ્રદેશ 46, બિહાર -6, તમિલનાડુ- 61, હિમાચલ પ્રદેશમાં-2 , ઓડિશામાં- 3, ચંડીગઢ -3, આસામ -2 અને મેઘાલયમાં એકનું મોત થયું છે.
કયા રાજ્યામાં કેટલા કેસ ?
આંધ્રપ્રદેશ- 2090, અંદમાન નિકોબાર-33, અરૂણાચલ પ્રદેશ-1, આસામ-65, બિહાર- 831, ચંદીગઢ-187, છત્તીસગઢ-59, દિલ્હી-7639, ગુજરાત- 9268, હરિયાણામાં-780, હિમાચલ પ્રદેશ -65, જમ્મુ કાશ્મીર-934, ઝારખંડ-172, કર્ણાટક- 925, કેરળ-524, લદાખ-42, મધ્યપ્રદેશ- 3986, મહારાષ્ટ્ર- 24427, મણિપુર-2, મેઘાલય-13, મિઝોરમ-1, ઓડિશા-437, પોંડીચેરી- 13, પંજાબ-1914, રાજસ્થાન- 4126, તમિલનાડુ- 8718, તેલંગણા- 1326, ત્રિપુરા-154, ઉત્તરાખંડ-69, ઉત્તર પ્રદેશ-3664 અને પશ્ચિમ બંગાળ- 2173 કોરોનાના કેસ સામે આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement