COVID-19 Vaccine : કોરોના રસીકરણ મુદ્દે ભારતની મોટી સિદ્ધી, આંકડો 220 કરોડને પાર
India Covid-19 Update: દેશમાં હાલ માત્ર 3559 એક્ટિવ કેસ છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,41,41,854 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે, જ્યારે 530674 લોકોના કોરોનાથી મોત થયા છે.
Corona Vaccine Update: કોરોના રસીકરણ મુદ્દે ભારતે મોટી સિદ્ધી મેળવી છે. દેશમાં કોરોના રસીકરણનો આંકડો 220 કરોડ ડોઝને પાર થઈ ગયો હોવાનું કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કર્યું છે.
માંડવિયાએ ટ્વિટ કરીને લખ્યું, રસીકરણ અભિયાન, દેશની ક્ષમતા અને સામર્થ્યનું પ્રમાણ ! દેશે આજે 220 કરોડ વેક્સિન ડોઝ લગાવવાનો આંકડો પાર કરી લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક સુરક્ષિત અને સ્વસ્થ ભારત બનાવવા માટે અમે સતત પ્રયત્નશીલ છીએ.
टीकाकरण अभियान, देश की क्षमता और सामर्थ्य का प्रमाण!
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) December 19, 2022
देश ने आज 220 करोड़ वैक्सीन डोज लगाने का आँकड़ा पार कर लिया है।
प्रधानमंत्री @NarendraModi जी के नेतृत्व में 'एक सुरक्षित और स्वस्थ भारत' बनाने के लिए हम निरंतर प्रयासरत हैं। pic.twitter.com/Xakhw3JQSk
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશમાં હાલ માત્ર 3559 એક્ટિવ કેસ છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,41,41,854 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે, જ્યારે 530674 લોકોના કોરોનાથી મોત થયા છે.
#LargestVaccineDrive#Unite2FightCorona#AmritMahotsav pic.twitter.com/0utyhtbMqU
— Ministry of Health (@MoHFW_INDIA) December 19, 2022
હિમાચલ પ્રદેશના CM સુખવિંદર સિંહ સુખુ કોરોના પોઝિટિવ
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુને કોરોનાનો ચેપ લાગ્યો છે. સીએમ સુખુનો રિપોર્ટ રવિવારે સાંજે આવ્યો છે, જેમાં તે કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. સીએમ સુખુ દિલ્હીમાં છે અને તેઓ સોમવારે શિમલા પાછા ફરવાના છે પરંતુ હવે તેમને ત્રણ દિવસ હિમાચલ સદનમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે હવે હિમાચલ પ્રદેશના કેબિનેટ વિસ્તરણમાં વિલંબ થઈ શકે છે. સીએમ સુખવિંદર સિંહ સુખુ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના હતા. તેથી જ 18 ડિસેમ્બરે તેનું સેમ્પલ લેવામાં આવ્યું હતું અને ત્યારબાદ મોડી સાંજે તેનો રિપોર્ટ આવ્યો હતો જેમાં તે પોઝિટિવ આવ્યો હતો. હવે તેઓ પીએમ મોદીને મળી શકશે નહીં, આ પહેલા 16 ડિસેમ્બરે સીએમ સુખવિંદર સિંહ સુખુ કોંગ્રેસના 40 ધારાસભ્યો સાથે ભારત જોડો યાત્રામાં સામેલ થયા હતા. બીજી તરફ સીએમ સુખુના કોરોના પોઝિટિવને લઈને રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે સોમવારે દિલ્હીમાં મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે. સીએમ સુખુનો દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો કાર્યક્રમ હતો, જે મોકૂફ રાખવામાં આવ્યો છે. સીએમમાં લક્ષણો નથી અને સાવચેતીના ભાગરૂપે તેમણે પોતાને ક્વોરેન્ટાઈન કર્યા છે અને તેમના તમામ કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે.