શોધખોળ કરો
Advertisement
Corona Vaccine: મોદી સરકારના મંત્રીનું મોટું નિવેદન, એક બૂથ પર રોજ માત્ર આટલા લોકોને જ અપાશે રસી, જાણો વિગત
ભારતમાં કોવિડ-19 સંક્રમિતોની કુલ સંખ્યા 98,84,100 પર પહોંચી છે જ્યારે કુલ મૃત્યુઆંક 1,43,355 થયો છે.
નવી દિલ્હીઃ દેશ અને દુનિયામાં હવે કોરોના વાયરસથી બચવા માટે રસીની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. અનેક દેશોમા કોરોના વેક્સિનને મંજૂરી મળી ચુકી છે. જ્યારે અમુક દેશોમાં લોકોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. ભારતમાં પણ લોકોને જલ્દી કોરોના વેક્સિન મળવાની આશા છે. આ દરમિયાન મોદી સરકારના મંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે. મંત્રીએ દરરોજ એક બૂથ પર માત્ર 100 લોકોને જ રસી આપવાનું જણાવ્યું છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ કહ્યું, ભારતમાં જલદીથી રસીકરણ શરૂ કરવામાં આવશે. તમામને રસી મળી રહે તે માટે દરેક બૂથ પર દરરોજ માત્ર 100 લોકોને જ રસી અપાશે. ટૂંક સમયમાં રાજ્યોને રસી સાચવવા માટેના ઉપકરણો મોકલવાની શરૂઆત કરાશે. સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે કહ્યું કે, જો લોજિસ્ટિક્ની મંજૂરી મળશે તો રોજના વેક્સિન લેનારા લોકોની સંખ્યા વધારીને 200 કરાશે. મંત્રાલયે કોવિડ-19 વેક્સીન્સ ઓપરેશન ગાઇડલાઇન્સ નામનો ડોક્યુમેન્ટ પણ જાહેર કર્યો છે.
અમેરિકાની ફાઇઝર, પુણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેક, ઝાયડસ કેડિલા જેવી ફાર્મા કંપનીઓ સ્વદેશી રસીના ઉત્પાદનમાં લાગેલી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 27,071 કેસ નોંધાયા હતા જ્યારે 336 લોકોના મોત થયા છે.
ભારતમાં કોવિડ-19 સંક્રમિતોની કુલ સંખ્યા 98,84,100 પર પહોંચી છે જ્યારે કુલ મૃત્યુઆંક 1,43,355 થયો છે. દેશમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 3,52,586 છે અને 93,88,159 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
Vaccine Update: મોદી સરકાર ફાઇઝર પાસેથી કોરોના રસી નહીં ખરીદે ? જાણો શું છે કારણ
મોદી સરકાર પીએમ પેન્શન યોજના હેઠળ 70 હજાર રૂપિયાનું વાર્ષિક પેન્શન આપી રહી છે ? જાણો સરકારે શું કરી સ્પષ્ટતા
બર્ગર કિંગના શેરનું 115.35ના ભાવે ધમાકેદાર લિસ્ટિંગ, રોકાણકારોને થયા માલામાલ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement