(Source: Poll of Polls)
કોરોનાની બીજી લહેર છે ઘાતક, ભારત જ નહીં આ વિકસિત દેશોમાં પણ ઝડપથી ફેલાઇ રહ્યું છે કોરોના સંક્રમણ, બગડી રહી છે આર્થિક સ્થિતિ
કોરોનાની બીજી લહેર ઘાતક છે, અને ભારત સહિત દુનિયાના બીજા કેટલાય એવા વિકસિત દેશો છે જ્યાં આની અસર જોવા મળી રહી છે. કેટલાય વિકસિત દેશો છે જે અન્ય દેશો પાસે મદદની અપીલ પણ કરી રહ્યાં છે, સાથે સાથે આ દેશોની આર્થિક સ્થિતિ પણ કથળી રહી છે.
નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોના વાયરસના (Covid-19) કેસો સતતત વધી રહ્યાં છે. દરરોજ કોરોનાના લાખો કેસો સામે આવી રહ્યાં છે. આવામાં સવાલ થાય કે શું ભારતમાં જ આ કોરોનાની સ્પીડ (Covid Situation) વધી રહી છે, શું ભારતમાં જ કોરોનાનુ સંક્રમણ (india corona) ઝડપથી વધી રહ્યું છે. પરંતુ એવુ નથી. કોરોનાની બીજી લહેર ઘાતક છે, અને ભારત સહિત દુનિયાના બીજા કેટલાય એવા વિકસિત દેશો છે જ્યાં આની અસર જોવા મળી રહી છે. કેટલાય વિકસિત દેશો છે જે અન્ય દેશો પાસે મદદની અપીલ પણ કરી રહ્યાં છે, સાથે સાથે આ દેશોની આર્થિક સ્થિતિ પણ કથળી રહી છે.
ભારતની સીમા સાથે જોડાયેલા દેશોમાં (Developed Countries) પણ છેલ્લા કેટલાય દિવસોથી કોરોનાના કેસોમાં ઝડપથી વધારો જોવા મળ્યો છે. આવામાં આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડી રહી છે. નેપાલમાં પણ કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યાં છે. હૉસ્પીટલો ઝડપથી ફૂલ થઇ રહી છે. વળી, થાઇલેન્ડમાં પણ સ્વાસ્થ્ય સુવિધાઓનુ સંકટ ઉભુ થયુ છે. અહીં પણ કોરોનાના રેકોર્ડ કેસો દિવસે દિવસે નોંધાઇ રહ્યાં છે. કોરોનાની ઘાતક લહેરના કારણે આ દેશોની સ્થિતિ બગડી છે અને અન્ય દેશો પાસે મદદ માંગી રહ્યાં છે. દુનિયાના કેટલાય દેશો હાલ કોરોનાથી ડરી ગયા છે.
કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યાં છે કેટલાય દેશો....
ભારત, અમેરિકા, બ્રાઝિલ સહિત કેટલાય મોટા દેશો હાલના સમયમાં કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યાં છે. આવી સ્થિતિમાં બીજા દેશો પણ મદદ કરતાં દેખાઇ રહ્યાં છે. હેલ્થ એક્સપર્ટ્સનુ કહેવુ છે કે જો સમય રહેતા સ્થિતિ પર કાબુ ના મેળવી શકાયો તો લાખો લોકો જીવ ગુમાવી શકે છે.
ઉલ્લેખનીય છે કે 1લી મેએ ભારતમાં રેકોર્ડ 4,01,993 કેસો નોંધાયા છે. આવમાં અમેરિકા, બ્રિટન સહિતના કેટલાય દેશોમાંથી મદદ ભારતમાં આવી રહી છે. વળી, નેપાલ, થાઇલેન્ડ જેવા દેશો પણ કોરોના મહામારી પર નિયંત્રણ મેળવવાની પુરેપુરી કોશિશ કરી રહ્યાં છે, અને હજુ પણ મદદ માટે અપીલ કરી રહ્યાં છે.