શોધખોળ કરો
ભારતમાં અન્ય દેશોની તુલાનામાં કોરોનાથી સૌથી ઓછો મૃત્યુદર, પ્રતિ દસ લાખ વસ્તીએ 48 મોત
ભારતમાં અન્ય દેશોની તુલનામાં સૌથી ઓછો કોવિડ કેસ ફેટલિટી રેટ્સ(સીએફઆર) છે, જ્યારે વૈશ્વિક સીએફઆર દર અનુસાર 3.3 ટકા છે, જ્યારે ભારતમાં 1.76 ટકા છે.

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 37 લાખને પાર પહોંચી ગઈ છે. અત્યાર સુધી 37,69,523 લોકો આ વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે, જ્યારે અત્યાર સુધી 66,333 દર્દીઓના મૃત્યુ થઈ ચૂકી છે. દેશમાં હાલ એક્ટિવ કેસ 8,01,282 છે. જેમની સારવાર ચાલી રહી છે. રાહતની વાત એ છે કે, સંક્રમણથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી 29,01,908 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. તેની સાથે રિકવરી રેટ 76.98 ટકા થઈ ગયો છે. મૃત્યુ દરમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. ભારતમાં સંક્રમણથી મૃત્યુદર 1.75 ટકા છે. કોરોનાથી મૃત્યુ દર સૌથી ઓછો ભારતમાં અન્ય દેશોની તુલનામાં સૌથી ઓછો કોવિડ કેસ ફેટલિટી રેટ્સ(સીએફઆર) છે, જ્યારે વૈશ્વિક સીએફઆર દર અનુસાર 3.3 ટકા છે, જ્યારે ભારતમાં 1.76 ટકા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ભારતમાં પ્રતિ મિલિયન વસ્તી પર સંક્રણથી થનારા મોત મામલે સૌથી ઓછો છે. કોરોના સંક્રમણથી મોત મામલે વૈશ્વિક સરેરાશ પ્રતિ દસ લાખ વસ્તીએ 110 મોત છે, જ્યારે ભારતમાં પ્રતિ દસ લાખ વસ્તીએ 48 ટકા છે. અન્ય દેશ જેવા કે , યૂકેમાં 611, બ્રાઝીલ 576, યૂએસમાં 570, મેક્સિકોમાં 505, કોલંબિયામાં 393, ઈરાનમાં 257, સાઉથ આફ્રિકામાં 240 અને રશિયામાં 119ની મોત પ્રતિ દસ લાખ વસ્તીએ થઈ છે. આ દેશોના મુકાબલે ભારતમાં કોરોના સંક્રમણથી ઓછા મોત થયા છે, પ્રતિ દસ લાખની વસ્તીમાં. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 78357 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 1045 દર્દીઓની મોત થયા છે અને 62026 દર્દીઓ ઠીક થયા છે.
વધુ વાંચો





















