શોધખોળ કરો
Advertisement
Covid19: દેશમાં કોરોના વાયરસનો રિકવરી રેટ 75 ટકાથી વધુ
ભારતમાં એક્ટિવ કેસ કુલ કેસનાં માત્ર 22.2 ટકા જ છે, જ્યારે રિકવરી રેટ વધીને 75 ટકાથી વધી ગયો છે.
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. દેશમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ સારો છે, જ્યારે મૃત્યુ દર વિશ્વમાં સૌથી નીચો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે કહ્યું, "આજે દેશમાં રિકવરીનાં કેસો એક્ટિવ કોરોના સંક્રમણ કરતા 3.4 ગણા વધારે છે.
તેમણે કહ્યું હતું કે ભારતમાં કુલ સક્રિય કિસ્સાઓમાં, માત્ર 2.7 ટકા દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર છે, જ્યારે 1.92 ટકા દર્દીઓ આઇસીયુમાં છે અને 0.29 ટકા દર્દીઓ વેન્ટિલેટર સપોર્ટ પર છે. રાજેશ ભૂષણે વધુમાં જણાવ્યું હતું કે, કોવિડ -19 થી દેશમાં મૃત્યુ દર 1.58 ટકા છે જે વિશ્વમાં સૌથી નીચો છે.
આરોગ્ય મંત્રાલયે મંગળવારે પોતાની નિયમિત પ્રેસ બ્રીફિંગ દરમિયાન કહ્યું કે ભારતમાં એક્ટિવ કેસ કુલ કેસનાં માત્ર 22.2 ટકા જ છે, જ્યારે રિકવરી રેટ વધીને 75 ટકાથી વધી ગયો છે.
દેશમાં એક દિવસમાં 60,975 લોકોમાં કોરોના વાયરસ સંક્રમણની પુષ્ટિ થયા પછી કોવિડ -19 દર્દીઓની કુલ સંખ્યા 31,67,324 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 24,04,585 થઈ ગઇ છે, જેથી સાજા થવાનો દર 75.92 ટકા પર પહોંચી ગઇ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement