શોધખોળ કરો

CWCની બેઠકમાં સોનિયા ગાંધી બોલ્યા- સંગઠનના હિતમાં જે કરવાનું હશે તે કરીશ, પરંતુ....

પાંચ રાજ્યોમાં કારમી હાર બાદ રવિવારે દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક મળી હતી. કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં સાંસદ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ હાજરી આપી હતી.

નવી દિલ્હી:  પાંચ રાજ્યોમાં કારમી હાર બાદ રવિવારે દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક મળી હતી. કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં સાંસદ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ હાજરી આપી હતી. આ સિવાય બેઠકમાં છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમ, હરીશ રાવત, રાજીવ શુક્લા, પ્રમોદ તિવારી જેવા ઘણા નેતાઓ હાજર હતા. અધીર રંજન ચૌધરી, દેવેન્દ્ર યાદવ આનંદ શર્મા, દિગ્વિજય સિંહ, અજય માકન અને ગુલામ નબી આઝાદે પણ બેઠકમાં હાજરી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં સોનિયા ગાંધીએ કહ્યું કે સંગઠનના હિતમાં જે પણ થઈ શકે છે તે કરીશ, પરંતુ મોટાભાગના સભ્યોએ કહ્યું કે સોનિયા ગાંધીએ જ અધ્યક્ષ તરીકે રહેવું જોઈએ.

ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીની આ બેઠક હારના કારણો અને આગળની રણનીતિ પર ચર્ચા કરવા માટે યોજાઈ હતી. બેઠક બાદ રાજીવ શુક્લાએ કહ્યું, "બધાએ કહ્યું કે સોનિયા ગાંધીએ પાર્ટીનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખવું જોઈએ."

સૂત્રોના જણાવ્યા અનુસાર મીટિંગમાં સોનિયા ગાંધીએ કહ્યું કે કેટલાક લોકો માને છે કે આ સ્થિતિ માટે ગાંધી જવાબદાર છે. જો તમે બધાને એવું જ લાગતું હોય, તો અમે સંગઠનની સફળતા અને મજબૂતી સુનિશ્ચિત કરવા માટે કંઈપણ કરવા તૈયાર છીએ. કોઈપણ બલિદાન. સૂત્રોએ જણાવ્યું કે જો કે મીટિંગમાં લગભગ બધાએ કહ્યું કે સોનિયા ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ.

બેઠક પહેલા અશોક ગેહલોતે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નેતૃત્વનું સમર્થન કર્યું અને કહ્યું કે રાહુલ ગાંધી એકમાત્ર એવા વ્યક્તિ છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પૂરી તાકાતથી લડી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે CWCની બેઠકમાં ચૂંટણી હારનું 'પોસ્ટમોર્ટમ' કરવામાં આવશે અને આગળની વ્યૂહરચના નક્કી કરવામાં આવશે.

ગેહલોતે કહ્યું, "રાજકારણમાં અનેક પ્રકારની સ્થિતિઓ ઊભી થાય છે, તેનાથી ગભરાવું જોઈએ નહીં. આપણે ઘણા સમયથી જોયું છે, ઉતાર-ચઢાવ આવતા રહે છે, આ જ ભારતીય જનતા પાર્ટી જે આજે સત્તામાં છે, તેને એક સમયે સંસદમાં માત્ર 2 બેઠકો મળી હતી. તેથી જ ચૂંટણીમાં હાર- જીત થતી રહે છે, અમે તેનાથી ડરતા નથી.

આ મહત્વપૂર્ણ બેઠકના એક દિવસ પહેલા, મીડિયામાં અહેવાલ આવ્યા  હતા કે ગાંધી પરિવાર પાર્ટીના હોદ્દા પરથી રાજીનામું આપવાની ઓફર કરી શકે છે, જોકે કોંગ્રેસે સત્તાવાર રીતે આ સમાચારને નકારી કાઢ્યા હતા. તમને જણાવી દઈએ કે સોનિયા ગાંધી છેલ્લા કેટલાક સમયથી સક્રિય પ્રચાર કરી રહ્યા નથી, પ્રિયંકા ગાંધી સિવાય રાહુલ ગાંધી કોંગ્રેસના સ્ટાર પ્રચારક છે. ઉપરાંત, પક્ષના મહત્વપૂર્ણ નિર્ણયોમાં ભાઈ-બહેનની જોડી મુખ્ય ભૂમિકા ભજવે છે.

'G23' જૂથના નેતાઓ શુક્રવારે મળ્યા હતા

આ વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસની કારમી હાર બાદ, શુક્રવારે પાર્ટીના 'G23' જૂથના ઘણા નેતાઓએ એક બેઠક યોજી હતી, જેમાં આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. કપિલ સિબ્બલ, આનંદ શર્મા અને મનીષ તિવારીએ રાજ્યસભાના ભૂતપૂર્વ નેતા વિપક્ષ ગુલામ નબી આઝાદના નિવાસસ્થાને આયોજિત બેઠકમાં હાજરી આપી હતી. સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં સમાવિષ્ટ 'G23'ના નેતાઓ CWCની બેઠકમાં ચૂંટણીમાં હારનો મુદ્દો ઉઠાવી શકે છે અને પાર્ટી સંગઠનમાં જરૂરી ફેરફારો અને જવાબદારી સુનિશ્ચિત કરવાની તેમની જૂની માગણી પણ ઉઠાવી શકે છે. 'G23' જૂથના અગ્રણી સભ્યો, ગુલામ નબી આઝાદ અને આનંદ શર્મા, કોંગ્રેસ કાર્યકારી સમિતિનો ભાગ છે.

About the author Hiren Meriya

Hiren Meriya is currently serving as an  Assistant Producer in ABP Asmita. Hiren Meriya has been working in the digital wing of abp news for the past five years. Apart from writing news, he has also been doing video related work. He has been writing news in different series during the elections of many states, Lok Sabha elections.  Before venturing into the world of journalism, he has done M.A in English And Master in Journalism from Saurashtra University. Hiren  has been writing continuously on issues like politics, elections and bollywood. He also wrote many reports related to it during the Corona epidemic.

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
IND vs SA 2nd T20I : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ, જાણો પ્લેઈંગ-11 અને લાઈવ સ્ટ્રીમિંગની ડિટેઈલ્સ
IND vs SA 2nd T20I : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ, જાણો પ્લેઈંગ-11 અને લાઈવ સ્ટ્રીમિંગની ડિટેઈલ્સ
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
IND vs SA 2nd T20I : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ, જાણો પ્લેઈંગ-11 અને લાઈવ સ્ટ્રીમિંગની ડિટેઈલ્સ
IND vs SA 2nd T20I : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ, જાણો પ્લેઈંગ-11 અને લાઈવ સ્ટ્રીમિંગની ડિટેઈલ્સ
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
Shubman Gill: ટી-20માં નિષ્ફળતા છતાં શુભમન ગિલને મળશે મોટું ઈનામ, આટલી વધશે સેલેરી
Shubman Gill: ટી-20માં નિષ્ફળતા છતાં શુભમન ગિલને મળશે મોટું ઈનામ, આટલી વધશે સેલેરી
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
Horoscope Today : સિંહ, કન્યા, તુલા અને વૃશ્વિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? જાણો 11 ડિસેમ્બરનું રાશિફળ
Horoscope Today : સિંહ, કન્યા, તુલા અને વૃશ્વિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? જાણો 11 ડિસેમ્બરનું રાશિફળ
Embed widget