શોધખોળ કરો
પશ્ચિમ બંગાળ પહોંચ્યું 'ફાની' વાવાઝોડુ, 12 જિલ્લાઓમાં થશે અસર, કોલકાતામાં વરસાદ
ચક્રવાતી વાવાઝોડુ ફાની પશ્ચિમ બંગાળ પહોંચ્યું છે. 'ફાની' વાવાઝોડાની અસર 12 જિલ્લાઓમાં થશે. કોલકાતામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.

ભુવનેશ્વરઃ ચક્રવાતી વાવાઝોડુ ફાની પશ્ચિમ બંગાળ પહોંચ્યું છે. 'ફાની' વાવાઝોડાની અસર 12 જિલ્લાઓમાં થશે. કોલકાતામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ચક્રવાતી વાવાઝોડુ ફાની સવારે ઓડિશા દરિયાકાંઠાએ પહોંચી ગયુ હતું. ત્યાં 175 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઇ રહ્યો હતો. ફાનીના પૂર્વીય તટ તરફ વળવાના કારણે તટીય વિસ્તારોના નીચલા વિસ્તારોમાથી આઠ લાખ લોકોને સ્થળાંતરિત કરીને બીજે ખસેડવામાં આવ્યા છે.
ફોની ચક્રાવાત ઓડિશાના કાંઠા તરફથી આગળ વધી રહ્યું છે. લેટેસ્ટ અહેવાલો મુજબ ફોનીની ઝડપ વધીને 23 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ છે. શુક્રવારે બપોર સુધી ફોની ઓડિશાના કાંઠે ત્રાટકવાની આગાહી હતી પરંતુ હવે સવારે ફોની પુરીના ગોપાલપુરમાં પહોંચે તેવી સંભાવના છે.
ફોનીના કારણે ઓડિશા ઉપરાંત આંધ્રપ્રદેશ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ પણ પ્રભાવિત થાય તેવી સંભાવના છે. ફોનીના કારણે ઓડિશાના અંદાજે 10,000 ગામડા અને 52 શહેરો પ્રભાવિત થાય તેવી શક્યતા છે. રાજ્ય સરકારે ગુરૂવાર સાંજ સુધીમાં દરિયાકિનારાના જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા અંદાજે 11 લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડી દેવામાં આવ્યા છે. સુત્રોના મતે 52 શહેરો અને 10,000 ગામડાઓને વાવાઝોડાને પગલે અસર હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ચક્રવાત ફોનીના કારણે ઓરિસ્સાના દરિયાકિનારાના જિલ્લાઓમાં 200 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો સાથે ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.રાજ્યમાં સરકારી આરોગ્ય કર્મચારીઓની રજાઓ 15મી મે સુધી રદ કરી દેવાઈ છે અને રજા પર ગયેલા કર્મચારીઓને ફરજ પર પરત ફરવાના આદેશ આપી દીધા છે.
બંગાળની ખાડીમાં હવાના હળવા દબાણમાંથી પ્રચંડ વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી ચૂકેલો ચક્રવાત ફોની શુક્રવારે ઓરિસ્સાના દરિયાકિનારાના ગોપાલપુર અને ચાંદબાલી વચ્ચે ગમે ત્યારે ટકરાય તેવી આગાહી ભારતીય હવામાન વિભાગે કરી છે. હાલ આંધ્ર પ્રદેશમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. જ્યાર પુરીમાં પણ ભારે વરસાદ શરૂ થઈ ગયો છે.West Bengal: Visuals of heavy rainfall from Kolkata. #CycloneFani made its landfall in Puri, Odisha earlier in the day. pic.twitter.com/dZxOHjraOC
— ANI (@ANI) May 3, 2019
ફોની ચક્રાવાત ઓડિશાના કાંઠા તરફથી આગળ વધી રહ્યું છે. લેટેસ્ટ અહેવાલો મુજબ ફોનીની ઝડપ વધીને 23 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ છે. શુક્રવારે બપોર સુધી ફોની ઓડિશાના કાંઠે ત્રાટકવાની આગાહી હતી પરંતુ હવે સવારે ફોની પુરીના ગોપાલપુરમાં પહોંચે તેવી સંભાવના છે.
ફોનીના કારણે ઓડિશા ઉપરાંત આંધ્રપ્રદેશ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ પણ પ્રભાવિત થાય તેવી સંભાવના છે. ફોનીના કારણે ઓડિશાના અંદાજે 10,000 ગામડા અને 52 શહેરો પ્રભાવિત થાય તેવી શક્યતા છે. રાજ્ય સરકારે ગુરૂવાર સાંજ સુધીમાં દરિયાકિનારાના જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા અંદાજે 11 લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડી દેવામાં આવ્યા છે. સુત્રોના મતે 52 શહેરો અને 10,000 ગામડાઓને વાવાઝોડાને પગલે અસર હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ચક્રવાત ફોનીના કારણે ઓરિસ્સાના દરિયાકિનારાના જિલ્લાઓમાં 200 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો સાથે ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.રાજ્યમાં સરકારી આરોગ્ય કર્મચારીઓની રજાઓ 15મી મે સુધી રદ કરી દેવાઈ છે અને રજા પર ગયેલા કર્મચારીઓને ફરજ પર પરત ફરવાના આદેશ આપી દીધા છે. વધુ વાંચો





















