શોધખોળ કરો
Advertisement
Cyclone Nivar: ચેન્નઈ એરપોર્ટ કાલે સવારે 7 વાગ્યા સુધી બંધ, પુડુચેરીમાં વરસાદ
વાવાઝોડું આજે મધરાત્રે કે 26 નવેમ્બરની સવારે તમિલનાડુ અને પુડુચેરીના કિનારે ટકરાઇ શકે છે.
ચેન્નઈ : સાઇક્લોનિક વાવોઝોડું 'નિવાર' નજીક આવી રહ્યું છે. મમલ્લાપુરમાં જોરદાર પવન શરૂ થઈ ગયો છે. મોસમ વિભાગે પણ આશંકા વ્યક્ત કરી છે કે વાવાઝોડું આજે મધરાત્રે કે 26 નવેમ્બરની સવારે તમિલનાડુ અને પુડુચેરીના કિનારે ટકરાઇ શકે છે. સરકારે વાવાઝોડાથી બચાવ માટે તૈયારીઓ કરી દીધી છે. તમિલનાડુમાં આવતીકાલે રજાની જાહેરાત કરવામાં આવી છે. પુડુચેરીમાં ત્રણ દિવસ માટે કલમ 144 લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. તમિલનાડુના તટથી શક્તિશાળી ચક્રવાત પસાર થશે. ચેન્નઈ એરપોર્ટ બંધ કરવામાં આવ્યું છે.
Cyclone Nivar ના સંભવિત લૈંડફોલ પહેલા પુડુચેરીમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.
માનવામાં આવે છે કે નિવાર વાવાઝોડું સમય સાથે વિકરાળ થઈ રહ્યું છે. તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને પોંડ્ડુચેરીમાં લગભગ 1200 એનડીઆરએફના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. અન્ય 800 રાહતકર્મીઓને તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
એનડીઆરએફના પ્રમુખ એસએન પ્રધાનનું કહેવું છે કે દક્ષિણ તટીય વિસ્તાર તરફ આગળ રહેલા આ ગંભીર વાવાઝોડાનો સામનો કરવા માટે તૈયાર છીએ. એનડીઆરએફના પ્રમુખ એસએન પ્રધાને કહ્યું હતું કે તમિલનાડુથી 30 હજાર અને પોંડ્ડુચેરથી 7 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિય સરકારો મળીને કામ કરી રહી છે અને થનાર નુકસાનને ઓછું કરવા માટેનો પ્રયત્ન ચાલું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement