પુત્ર વધુએ જ ઉતાર્યા સાસુ-નણંદને મોતને ઘાટ, કારણ જાણીને ચોંકી જશો
સલોની અને શોભનાથની ઘટના પહેલા ઘણી વાત થઈ હતી. પૂછપરછમાં સલોની ભાંગી પડી હતી.
પ્રયાગરાજમાં થયેલા ડબલ મર્ડરનો ભેદ પોલીસે થોડા જ દિવસોમાં ઉકેલી નાંખ્યો છે. પુત્રવધુ જ સાસુ તથા નણંદને મોતને ઘાટ ઉતારી હતી. આ અંગે પોલીસે પુત્રવધુ સલોની તથા તેના પતિના મિત્ર શોભનાથની ધકપકડ કરી છે. સલોની ખુદ હત્યામાં સામેલ હતી અને હત્યા બાદ બંને ઘરમાંથી ઘરેણા ચોર્યા હતા અને મામલો લૂંટમાં ખપાવવાવનો પ્રયાસ કર્યો હતો.
પોલીસને આપેલા નિવેદનમાં સલોનીએ જણાવ્યું કે, તેના સાસરીયા છ વર્ષની દીકરીને મળવા દેતા નહોતા. આ કારણે હત્યાને અંજામ આપ્યો હતો. પોલીસે તેની પાસેથી ઘરેણા પણ જપ્ત કર્યા છે. મિયાં કા પૂરા ગામમાં ગત મંગળવારે પ્રેમપતિ દેવી અને તેની પુત્રી તનુની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી હતી. પ્રેમપતિના પતિ બજરંગ બહાદુર પટેલ પર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ઘટના વખતે બજરંગની છ વર્ષની પૌત્રી પણ હાજર હતી, જેને કોઈ ઈજા પહોંચાડવામાં આવી નહોતી.
પતિના મોત બાદ કર્યા હતા બીજા લગ્ન
પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે બજરંગના પુત્રએ થોડા મહિના પહેલા આત્મહત્યા કરી હતી. જેની પત્ની સલોનીએ બીજા લગ્ન કરી લીધા હતા. અંશિકા સલોનીની પુત્રી છે. સલોનીની કોલ ડિટેલ્સ પરથી પોલીસને ઘણી માહિતી મળી. જે બાદ સલોની અને શોભનાથને પકડી લેવામાં આવ્યા. શોભનાથ સલોનીના પતિનો મિત્ર છે.
પુત્રીને મળવા નહોતા દેતા અને ચારિત્ર્ય પર ઉઠાવતા હતા સવાલ
સલોની અને શોભનાથની ઘટના પહેલા ઘણી વાત થઈ હતી. પૂછપરછમાં સલોની ભાંગી પડી હતી. તેણે જણાવ્યું કે, જ્યારથી બીજા લગ્ન કર્યા ત્યારથી સાસરીયા પુત્રીને મળવા દેતા નહોતા કે ફોન પર વાત નહોતા કરાવતા. ચરિત્ર પર સવાલ ઉઠાવતા હતા. હું મારી પુત્રીને મળવા તડપતી હતી. હું અનેક વખત મારી પુત્રીને મળવા ગઈ હતી. આ કારણે પરેશાન થઈને મેં બધાને મારવાનો પ્લાન કર્યો અને પતિના મિત્ર શોભનાથને પૈસાની લાલચ આપીને આ કામ કરાવવા તૈયાર કર્યો.
આ રીતે આપ્યો ઘટનાને અંજામ
ઘટનાના દિવસે શોભનાથને ફોન કરીને ગામની બહાર બોલાવ્યો. રાતે થતાં જ બંને છત પરથી ઘરમાં પ્રવેશ્યા અને ઘટનાને અંજામ આપ્યો. મારી પુત્રી ઉંઘતી હતી અને ઉઠી નહીં. ઘટનાને લૂંટમાં ખપાવવા અમે બંનેએ ઘરમાંથી રોકડ તથા ઘરેણાની ચોરી કરી.